Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

ગુફામાં ગુમ થયા કોચ સહિત 12 ફૂટબોલર: શોધખોળમાં લાગી નૌસેના

નવી દિલ્હી: દુનિયાભરમાં ફિફા વિશ્વ કપનો જાદુ ચડી રહ્યો છે. વચ્ચે એક ચોંકાવનારી ખબર સામે આવી છે કે થાઈલેન્ડના નેશનલ પાર્કમાં આવેલ ગુફામાં બે દિવસથી ત્યાંની અંડર-16 ફૂટબોલ ટીમ કોચ સહિત ગુમ થઇ ગઈ છે. લોકોની શોધખોળ માટે નોસેનના જવાનો કામે લાગી ગયા છે તેવું ત્યાંના પ્રશસન દ્વારા જાંણવામાં આવ્યું હતું.કોચની ઉંમર 25 વર્ષની છે ફુલબોલ ખેલાડીઓ અને કોચ અહીંયા શનિવાર બપોરના ગુમ છે. પાર્કના અધિકારીએ જણાવ્યું કે ખેલાડીઓની સાઈકલને ગુફાના પ્રવેશ દ્વાર પર જોવામાં આવી હતી. ગુફામાં ફસાવવાનું કારણ ત્યાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને ગુફાના અમુક વિસ્તારમાં ઓક્સિજન ઓછી માત્રામાં મળે છે. નૌસેના દ્વારા ગુમ થયેલ તમામની શોધખોળ ચાલી રહી છે પણ વરસાદના લીધે તેઓનું કામ પણ અટકાઈ જાય છે.

(5:54 pm IST)