Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

કોહલીએ રોનાલ્ડોને કેમ કહ્યો G.O.A.T.

વિરાટ કોહલીને ફૂટબોલ પણ ઘણું ગમે છે. મેચ પહેલા પણ તે ફૂટબોલ રમતો હોય છે. વળી પોર્ટુગલનો કેપ્ટન ક્રિસ્ટિઆનો રોનાલ્ડો તેનો ફેવરીટ ખેલાડી છે. કોહલીએ એક વિડીયો શેર કર્યો હતો, જેમાં રોનાલ્ડો ગોલ કરતો નજરે પડતો હતો. કોહલીએ રોનાલ્ડોની પ્રશંસા કરતા તેને G.O.A.T. કહ્યો હતો, જેનો અર્થ થાય છે Greatest Of All Time- સૌથી મહાન ખેલાડી. કોહલીએ વિડીયો પોસ્ટ કરતાં લખ્યુ હતું કે, આત્મવિશ્વાસ, લગન, સાહસ અને ઝનૂન ધ G.O.A.T. રોનાલ્ડો.

(3:57 pm IST)