Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

સાઉથ આફ્રિકાનો નવો કેપ્ટન હશે એલ્ગરઃ મુખ્ય દાવેદાર

બાઉચર અને ડિનએલ્ગર વચ્ચે ટયુનીંગ

કેપટાઉનઃ સાઉથ આફ્રિકાના ક્રિકેટર  ડીન એલ્ગરનું કહેવું છે કે તે  પોતે અને હેડ કોચ માર્ક બાઉચર એકસરખા હોવાથી તેમની વચ્ચે સારૃં ટયુનિંગ છે. ફેફ ડુ પ્લેસિસની જગ્યા લેવા માટે ડીન એલ્ગર એક સ્ટ્રોન્ગ ઉમેદવાર છે. જો કે તેની સાથે એડન માર્કરમ પણ ઉમેદવારી માટે ઉત્તમ છે. એલ્ગરે કહ્યું કે કેપ્ટન્સી કંઈ જોબ ઈન્ટવ્યુ માટે જતા હોય એવું નથી કે તમે તમારૃં સી.વી.ત્યાં જઈને આપી દો. કેપ્ટન્સી માટે તમે ડિમાન્ડ ન કરી શકો. એ અન્ય વ્યકિત દ્વારા નકકી કરવામાં આવે છે. જે વ્યકિત ટીમને લીડ કરવા માટે ઉત્તમ હોય તેને પસંદ કરવામાં આવે છે.

માર્ક બાઉચર વિશેના સંબંધ વિશે પૂછવામાં આવતાં એલ્ગરે કહ્યું હતું કે મેં તેની સાથે ટાઈટન્સમાં ખૂબ જ નજીકથી કામ કર્યું છે. એ દરમ્યાન હું કેટલીક વાર સિનિયર પ્લેયર અને કેટલીક વાર કેપ્ટન તરીકે કામ કરતો. અમારી વચ્ચે ઘણું સામ્ય છે અને અમે એકમેકને ખૂબ સારી રીતે સમજીએ છીએ.

(2:38 pm IST)