Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

વિશ્વકપ ૨૦૧૯ : કેન્દ્ર ૧૦૦૦ અને ૫૦૦ ના સોના-ચાંદીના સિક્કા લૉન્ચ કરશે

નવીદિલ્હી,: સમગ્ર દુનિયામાં ક્રિકેટના દીવાનાઓ વિશ્વકપની ૧૨ મી સિઝનની ખૂબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ અવસર પર વિશ્વભરમાં અલગ અલગ પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે. વર્લ્ડ કપથી જોડાવવા માટે ટીમો પણ ઇંગ્લેન્ડ પહોંચવાનું શરૂ થઇ ગયું છે. વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા પણ મંગળવારે રાતે ઇંગ્લેન્ડ રવાના થઇ ગઇ.

ભારત સરકાર વર્લ્ડ કપની તકે એક ખાસ પ્રકારના સિક્કાના સેટને જારી કરવા જઇ રહી છે. એમાં બે પ્રકારના સેટના સિક્કામાં પહેલો ૫૦૦ અને બીજો ૧૦૦૦નો ખાસ સ્મારક સિક્કો હશે.

સિક્કાનો સંગ્રહ અને અધ્યયન કરનાર સુધીર લુણાવતના અનુસાર ભારત સરકારની મુંબઇ ટકશાળમાં બનેલા વર્લ્ડ કપના સિક્કામાં ૧૦૦નો સિક્કા ભારતમાં લૉન્ચ થનાર પહેલો સોનાનો સ્મારક સિક્કો હશે જેની એક બાજુ વર્લ્ડ કપનો સત્તાવાર લોકો તો બીજી તરફ અશોક સ્તંભની સાથે મૂલ્ય વર્ગ હશે. ૧૮ એમ.એમ.ગોલાકાર આ સિક્કાનું વજન ૫ ગ્રામ હશે જે ૯૯૯ શુદ્ધ સોનાથી બનેલો હશે. તો બીજી બાજુ આ સેટમાં બીજો સિક્કો ૫૦૦ મૂલ્ય વર્ગનો હશે જે ૪૦ ગ્રામ શુદ્ધ ચાંદીનો બનેલો હશે, એનો આકાર ૪૪ એમ.એમ હશે.

સુધીર અનુસાર આ સ્મારક સિક્કા મે ના અંતિમ સપ્તાહ સુધી જારી થઇ જશે અને એની સાથે વેંચાણ માટે ઉપલબ્ધ થઇ જશે. ૧૦૦૦ સિક્કાને ખાસ પ્રકારના ડબ્બામાં આપવામાં આવશે. ૧૦૦૦ના સોનાના સિક્કાને લાલ રંગના વેલવેટ બૉક્સમાં આપવામાં આવશે તો બીજી બાજુ ૫૦૦ના ચાંદીના સિક્કાને વાદળી રંગના વેલવેટ બોક્સમાં વેચવામાં આવશે.

(12:53 pm IST)