Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

ભારતીય પુરૂષ ટીમ ત્રીજીવાર વિશ્વ કપ જીતે તેવી આશા : મિતાલી રાજે

નવીદિલ્હીઃ  ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે નિવેદન આપતા કહ્યું છે કે ભારતીય પુરૂષ ટીમ સતત ત્રીજીવાર ખિતાબ જીતવાની દાવેદાર છે કારણ કે ટીમ પાસે અનેક મેચ વિનર ખેલાડી છે. મિતાલીએ ટ્વિટર પર વીડિયોમાં કહ્યું છે કે ભારતીય ટીમ પાસે અનેક મેચ વિનર છે. કેપ્ટન વિરાટ કોહલી, ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને શિખર ધવન સાથે મળીને મોરચો સંભાળે છે.

મિતાલીએ કહ્યું છે કે, *આપણી પાસે જસપ્રીત બુમરાહ જેવા ફાસ્ટ બોલર અને સ્પિનર પણ છે. મને લાગે છે કે જો આપણા બોલરો બચાવ કરવા માટે સક્ષમ છે. આપણી પાસે આ મામલે ઉંડાણ છે અને ધોની જેવો એક્સપર્ટ પણ છે. ભારત કોઈપણ પરિસ્થિતિમાં લડત આપી શકે છે. ભારત વર્લ્ડકપ જીતવા માટે મજબુત દાવેદાર છે. ટીમે દરેક ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે.*

મિતાલીએ વિશેષમાં કહ્યું છે કે ઇંગ્લેન્ડની પણ વર્લ્ડકપમાં અવગણના ન કરી શકાય. તેણે કહ્યું છે કે, *હું ઘરેલુ ટીમ (ઇંગ્લેન્ડ)ની અવગણના નથી કરી શકતી. તેમણે વન ડે મેચમાં સતત ૧૦થી ૧૫ જીત મેળવી છે. તેઓ હોમગ્રાઉન્ડ પર રમી રહ્યા છે. જોકે એક ભારતીય તરીકે મને તો ટીમ ઇન્ડિયા જ મજબુત લાગે છે.*

(12:52 pm IST)