Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

ગ્લોબલ ટી-20 કનાડા સ્પર્ધામાં ઓસ્ટ્રેલિયાનો પ્રતિબંધિત કેપ્ટન સ્ટીવ સ્મિથ માર્કી પ્લેયર તરીકે રમશે

નવી દિલ્હી: ઑસ્ટ્રેલિયાના પ્રતિબંધિત કેપ્ટન સ્ટીવ સ્મિથ ૨૮ જૂનથી શરૃ થઇ રહેલી શરૃઆતી ગ્લોબલ -૨૦ કનાડા પ્રતિયોગિતામાં એક માર્કી પ્લેયર તરીકે ક્રિકેટમાં વાપસી કરશે. 
દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કેપ ટાઉનમાં ત્રીજા ટેસ્ટ મેચ દરમિયાન બોલ સાથે છેડા પ્રકરણ પછી માર્ચમાં તેમને ૧૨ મહિના માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. સ્મિથ હવે આંતરરાષ્ટ્રીય સ્ટાર જેવા ક્રિસ ગેલ, આન્દ્રે રસેલ અને શાહિદ આફ્રિદી સાથે ટીમોની ટુર્નામેન્ટમાં ભાગ લેશે. ક્રિકેટ કનાડાના આયોજકોના એક નિવેદનમાં વિશે જાણકારી આપી હતી. 
ટીમો કૈરેબિયન ઓલ સ્ટાર્સ, ટોરંટો નેશનલ્સ, મોન્ટ્રીયલ ટાઈગર્સ, ઓટાવા રોયલ્સ, વૈંકૂવર નાઈટ્સ અને વિનીપેગ હાક્સ છે. ઉપકેપ્ટન ડેવિડ વોર્નરે પણ એક વર્ષ માટે, જ્યારે કૈમરોન બૈનક્રોફટને નવ મહિના માટે નિલંબિત કરવામાં આવશે. ડ્વેન બ્રાવો, લસિથ મલિંગા, ક્રિસ લિન, ડેરેન સૈમી, ડેવિડ મિલર અને સુનીલ નારાયણને પણ માર્કી ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

(4:10 pm IST)
  • ડોક્ટર્સ વિધાઉટ બોડર્સે શનિવારે જણાવ્યું હતું કે, માનવ તસ્કરો દ્વારા બંધક બનાવીને રાખવામાં આવેલા 100થી વધુ પ્રવાસીઓ અને શરણાર્થીઓને ઉત્તર પશ્ચિમ લીબિયાની ગુપ્ત જેલમાંથી ભાગવા દરમિયાન ગોળી મારવામાં આવી હતી. આ ઘટનામાં ઘણા લોકોને ઈજા પહોંચી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠ WHOને કહ્યું છે કે, બુધવારે (23 મે) રાત્રે થયેલી આ ઘટનામાં બચેલા લોકોએ જણાવ્યું હતું કે આ ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે અને 40 લોકોને ઈજા પહોંચી છે. આ ઘટનામાં મહિલાઓ વધુ ભોગ બની છે. access_time 1:22 am IST

  • દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે કથિત મારપીટ મામલે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની ત્રણ કલાક પૂછપરછ :એડિશનલ ડીસીપી હરેન્દ્રસિંહના નેતૃત્વમાં એક ટીમે સિસોદીયાના મથુરા રોડ પરના ઘરે 165 મિનિટ પૂછપરછ કરી અને અંદાજે 125 સવાલ કર્યા :પોલીસે કહ્યું જવાબથી સંતુષ્ટ access_time 1:18 am IST

  • મુંબઈની તરતી રેસ્ટોરન્ટ સમુદ્રમાં ડૂબી : મુંબઈના માહિમ ખાતે બાંદરા-વરલી સી લિંક પાસે સમુદ્રમાં તરતી રેસ્ટોરન્ટ ડૂબી જતા 15 લોકો ડૂબ્યા હતા. જો કે સદનસીબે આ તમામ લોકોને બચાવી લેવાયા હતા. એક મોટી શિપને તરતી રેસ્ટોરન્ટમાં ફેરવવામાં આવી હતી. આ આર્ક ડેક બાર રેસ્ટોરન્ટ સમુદ્રના કિનારાથી લગભગ દોઢ કિલોમીટર અંદર હતી. જહાજમાં પાણી ભરાવાથી દુર્ઘટના સર્જાય હતી. પોલીસ દ્વારા આ ઘટનાની વધુ તપાસ હાથ ધરાય છે. access_time 2:09 pm IST