Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

ચેન્નાઇ અને હૈદરાબાદની વચ્ચે ફાઇટ ટુ ફિનિશને લઇને રોમાંચ

રવિવારે મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે ફાઇનલ જંગ ખેલાશે : પ્રથમ ક્વાલિફાયરમાં ચેન્નાઇની સામે હારી ગયા બાદ હવે બદલો લેવા માટે હૈદરાબાદની ટીમ સજ્જ : ધોની, વિલિયમસન, ધવન ઉપર તમામની નજર

મુંબઇ, તા. ૨૬ : મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે આવતીકાલે ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧ની હાઇ પ્રોફાઇલ અને હાઇવોલ્ટેજ ફાઇનલ મેચ રમાનાર છે. આ મેચને લઇને મુંબઇ અને દેશભરમાં ભારે ઉત્સુકતા દેખાઇ રહી છે. પ્રથમ ક્વાલિફાયર મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સની સામે હારી ગયા બાદ હવે ફાઇનલમાં બદલો લેવા માટે સનરાઇઝ હૈદરાબાદની ટીમ સજ્જ દેખાઇ રહી છે. ચેન્નાઇના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને સનરાઇઝ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસનની કેપ્ટનશીપની પણ કસોટી થનાર છે. બંને ટીમોમાંથી કોણ જીતશે તેને લઇને કોઇ પણ ચાહક કોઇ વાત કરવાની સ્થિતીમાં નથી. લીગ તબક્કામાં ચેન્નાઇ સુપર કિંગ્સે સનરાઇઝ પર બધી મેચમાં જીત મેળવી હતી. જેથી તે હોટફેવરીટ તરીકે મેદાનમાં ઉતરનાર છે. જો કે ચેન્નાઇની ટીમમાં અનેક સ્ટાર ખેલાડી રહેલા છે તે જોતા તેની પાસેથી વધારે આશા રહેલી છે. મેચનુ પ્રસારણ આવતીકાલે સાત વાગ્યાથી કરવામાં આવનાર છે. યજમાન મુંબઇની ટીમ ક્વાલિફાઇંગ કરવામાં નિષ્ફળ રહી છે પરંતુ મુંબઇના ચાહકોમાં અને દેશના ચાહકોમાં કોઇ હતાશા નથી. બે ટોપ ટીમો વચ્ચે જોરદાર ફાઇટ ટુ ફિનિશ જંગ ખેલાય તેવી શક્યતા છે. મેચને લઇને ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. મેચનુ પ્રસારણ આવતીકાલે સાત વાગ્યાથી કરવામાં આવનાર છે. કેન વિલિયમસનના નેતૃત્વમાં સનરાઇઝ હૈદરાબાદની ટીમે જોરદાર દેખાવ કરીને તમામને ચોંકાવી દીધા છે. કેપ્ટન વિલિયમસન ઉપરાંત શિખર ધવન શાનદાર ફોર્મમાં રહ્યા છે. તેમના પર આવતીકાલે પણ મુખ્ય આધાર રહેશે. તેના લીગ તબક્કામાંથી ૧૮ પોઇન્ટ હતા. ત્યારબાદ તે ક્વાલિફાયરમાં  હારી ગઇ હતી. જો કે બીજી ક્વાલિફાયર મેચમાં સનરાઇઝ હૈદરાબાદની ટીમે ગઇકાલે કોલકત્તા નાઇટ રાઇડર્સ પર ૧૪ રને જીત મેળવી હતી. આની સાથે જે તેની ફાઇનલમાં એન્ટ્રી થઇ હતી. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં આ ટીમમાં સુરેશ રૈના, ધોની પોતે અને બ્રાવો તેમજ શેન વોટ્સન  જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે.તેમની વચ્ચે રમાયેલી છેલ્લી મેચમાં સનરાઇઝની ચેન્નાઇની સામે હાર થઇ હતી. હવે સનરાઇઝ બદલો લેવા માટે તૈયાર છે. ચેન્નાઈ સુપર કિંગ્સ બે વર્ષના પ્રતિબંધ આઇપીએલમાં મેદાનમાં ઉતરી છે. મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં ટીમનો જુસ્સો આસમાને છે. ધોનીના નેતૃત્વ વોટસન, બ્રાવો, રૈના હાલ ફોર્મમાં ચાલી રહ્યા હોવાથી ચેન્નાઈ સુપર હોટફેવરિટ ઉભરી રહી છે. જ્યારે સનરાઈઝ હૈદરાબાદ ટીમ પણ આ સિઝન દરમિયાન સૌથી આગળ ચાલી રહી છે. કેન વિલિયમસનના નેતૃત્વમાં શિખર ધવન, અગ્રવાલ જેવા ખેલાડીઓ ફોર્મ દેખાઈ રહ્યા છે જેથી તે પણ મેચ જીતવા માટે પ્રબળ દેખાઈ રહી છે. આવતીકાલની મેચ પણ હાઇ સ્કોરિંગ બન શકે છે.આઇપીએલ-૧૧ની મેચો દસ શહેરોમાં રમાઇ હતી.  તમામ મેચોમાં જોરદાર રોમાંચ જોવા મળ્યો હતો. ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી હતી.  કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન  રમાઇ છે. આવતીકાલે રમાનારી મેચ આઇપીએલની ૬૦મી મેચ રહેશે. આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમ્યા હતા. હાલમાં જ  સ્ટાર સ્પોર્ટ્સ ઇન્ડિયાએ આગામી પાંચ વર્ષ માટે બીસીસીઆઈના મિડિયા અધિકાર ખરીદી લીધા હતા. ઇ હરાજી મારફતે સ્ટારે રેકોર્ડ ૬૧૩૮.૧ કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને બોર્ડના મિડિયા અધિકારો ઉપર કબજો જમાવી લીધો હતો. આ રેસમાં સ્ટાર ઉપરાંત સોની અને રિલાયન્સ ગ્રુપની કંપની જીઓ પણ સામેલ હતી. ૨૦૧૮થી ૨૦૨૩ના ગાળામાં રમાનારી મેચોનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ ઇન્ડિયા દ્વારા કરાશે આ પહેર્લા ૨૦૧૨માં સ્ટાર ટીવીએ બીસીસીઆઈ પાસેથી અધિકાર ૩૮૫૧ કરોડ રૂપિયામાં બોલી લગાવીને ખરીદી લીધા હતા. આ પાંચ વર્ષમાં  ટીમ વનડે, ટેસ્ટ અને ટ્વેન્ટી મેચ ગણીને ૧૦૨ મેચો રમશે. ઇન્ડિયન્સ પ્રિમિયર લીગમાં મેચો ખુબ રોમાંચક રહી છે. મેચને લઇને કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની તૈયારી પણ રખાઇ છે.  લીગ મેચની જેમ જ હવે પ્લે ઓફની મેચ રહી શકે છે.

સનરાઈઝ હૈદરાબાદ : કેન વિલિયસન (કેપ્ટન), અગ્રવાલ, કેકે અહેમદ, બાસીલ થમ્પી, આરકે ભીલ, વિપુલ શર્મા, બ્રેથવેઇટ, શિખર ધવન, ગોસ્વામી, હેલ્સ, હસન, હુડા, જોર્ડન, પૌલ, ભુવનેશ્વર, નાબી, નટરાજન, એમકે પાંડે, યુસુફ પઠાણ, રશીદ ખાન, સચિન બેદી, સહા, સંદીપ શર્મા, શાકીબ અલ હસન, સ્ટેઇનલેક,

ચેન્નાઈ સુપર કિંગ્સ : આસિફ, બિલિંગ્સ, બિશ્નોઈ, બ્રાવો, ચહેર, ધોની પ્લેસીસ, હરભજન, તાહીર, જાડેજા, જાધવ, જગદીશન, શર્મા, મોનુ કુમાર, લુંગીગીડી, સુરેશ રૈના, રાયડુ, સેન્ટનર, શેઠ, શર્મા, સોરે, ઠાકુર, વિજય, શેન વોટસન, વુડ.

(12:42 pm IST)