Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

આઇએસએસએફ શૂટિંગ વર્લ્ડકપમાં ભારતે મિક્સ ઈવેન્ટમાં ડબલ ગોલ્ડ મેડલ જીત્યા

નવી દિલ્હી: ચીનમાં ચાલી રહેલા આઇએસએસએફ શૂટિંગ વર્લ્ડકપમાં ભારતે મિક્સ ટીમ ઈવેન્ટમાં બેવડા ગોલ્ડ મેડલ જીતી લીધા હતા. ભારતની મનુ ભાકેર અને સૌરભ ચૌધરીની જોડીએ ૧૦ મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં સુવર્ણ સફળતા હાંસલ કરી હતી. જ્યારે અંજુમ મુદગીલ અને દિવ્યાંશ સિંઘ પનવરે ૧૦ મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. શૂટિંગ વર્લ્ડકપમાં હવે નવા ફોર્મેટને અમલી બનાવવામાં આવ્યું છે અને તે અંતર્ગત આ વખતે ટોચના બે સ્થાન પર રહેનારી ટીમો વચ્ચે ફાઈનલ મુકાબલો ખેલાયો હતો. ભારતના મનુ ભાકેર અને સૌરભ ચૌધરીની જોડીએ ૧૦ મીટર એર પિસ્તોલમાં ચીનના જિએંગ રાન્ક્ષીન અને પાંગ વેઈને ૧૬-૬થી પરાજય આપ્યો હતો. ભારતીય જોડી ક્વોલિફાઈંગમાં પાંચમા ક્રમે રહી હતી. જોકે ફાઈનલમાં તેમણે પ્રભુત્વસભર દેખાવ કરતાં હરિફ ટીમને તક આપી નહતી.

(6:08 pm IST)
  • રાજકોટના તમામ ATM બંધ થયા : એસબીઆઇમાં ઓફલાઇન બતાવે છેઃ ઇન્ટરનેટ કનેકટ થતું ન હોય અથવા સર્વરમાં વાંધો સર્જાયાનું મનાય છે. access_time 4:07 pm IST

  • વાવાઝોડુ 'ફાની' શ્રીલંકા બાદ તામિલનાડુમાં ત્રાટકશે : વાવાઝોડુ 'ફાની' શ્રીલંકા તરફ આગળ વધ્યા બાદ ઉત્તર પશ્ચિમ, તામિલનાડુની દિશાએ આગળ વધશે ત્યારબાદ તેનો ટ્રેક ચેન્જ થઈ આંધ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે તેમ હવામાનની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે. access_time 4:07 pm IST

  • ભરૂચ:ઝઘડિયામાં વર્ષ 2016માં 11 વર્ષીય દિવ્યાંગ કિશોરી સાથે દુષ્કર્મનો મામલો: ભરૂચ પોકસો કોર્ટે આરોપીને મૃત્યુ પર્યંત આજીવન કેદની સજા ફટકારી:દિવ્યાંગ કિશોરીની એકલતાનો લાભ લઇ આરોપીએ આચર્યું હતું દુષ્કૃત્ય access_time 9:07 pm IST