Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

વિનોદ કાંબલીએ સચિન તેંડુલકરના જન્મદિને તેરે જૈસા યાર કહા ગીત ગાયુ

નવી દિલ્હીટીમ ઇન્ડિયાના મહાન બેટ્સમેન સચિન તેન્ડુલકર અને વિનોદ કાંબલીની મિત્રતા ઉદાહરણીય છે. બાળપણથી બંનેએ એકસાથે પોતાની કરિયરની શરૂઆત કરી હતી પણ સચિન કામના મામલામાં વિનોદ કરતા બહુ આગળ નીકળી ગયો. જોકે આમ છતાં બંને વચ્ચે મિત્રતાના સંબંધો બહુ મજબુત છે. સચિનના જન્મદિવસ પર વર્ષે વિનોદે તેના માટે એક ગીત ગાયું હતું પણ સચિને પોતે વિનોદને ટ્રોલ કરી નાખ્યો હતો.

વર્ષે વિનોદે મિત્રતાનું એક ગીત સચિનને સમર્પિત કર્યું હતું. તેણે અમિતાભની ફિલ્મ યારાનાનુંતેરે જેસા યૈર કહાંગાયું હતું. સાથે સચિનને ટેગ પણ કર્યો હતો. સચિને ગીત પર જબરદસ્ત જવાબ આપીને સિક્સર ફટકારી હતી. સચિને જવાબ આપતા કહ્યું હતું કે 'ખાસ આભાર વિનોદ કાંબલી, ગીત શાનદાર હતું પણ મને નવાઈ વાતની લાગી રહી છે કે તારી દાઢી સફેદ થઈ ગઈ છે પણ આઇબ્રો કાળી છે.'

ગયા વર્ષે વિનોદે ફ્રેન્ડશિપ ડેના દિવસે સચિનના નામનું ટેટુ કરાવ્યું હતું. મુદ્દે સચિને પણ કાંબલીના વખાણ કરતા કહ્યું હતું કે કાંબલી હંમેશા તેને સરપ્રાઇઝ આપે છે. થોડા વર્ષો પહેલાં સચિન અને કાંબલી વચ્ચે અંતર આવી ગયું હતું પણ હવે તેઓ ફરી એકબીજાની નજીક આવી રહ્યા છે. વિનોદ કાંબલીને ગીત ગાવાનો બહુ શોખ છે અને વીડિયો જોઈને અહેસાસ થાય છે કે તેણે બહુ દિલથી ગીત ગાયું છે.

(4:48 pm IST)