Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

ગબ્બરને કોરોનાએ બનાવ્યો ધોબી

એક અઠવાડીયું ઘરમાં રહ્યા પછીની લાઇફ..ઘણુ અધરૂ છે

આખી દુનિયા કોરોનાના ભયથી ભયભીત છે ત્યાં ઇન્ડિયન ક્રિકેટ ટીમના ઓપનર શિખર ધવને પોતાનો પત્ની આવેશા સાથેનો એક મજેદાર વિડિયો સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો છે. વિડિયોમાં જોવા મળ્યા પ્રમાણે ટીમ ઇન્ડિયાનો ગબ્બર ઘરના બાથટબમાં બેસીને કપડાં ધોઈ રહ્યો છે અને આયેશા આયના સામે ઊભી રહી મેક-અપ કરી રહી છે. આટલું જ નહીં, ફોન પર વાત કરતાં આવેશા ધવન પાસેથી કમોડ પણ સાફ કરાવી રહી છે અને બિચારો ધવન કંઈ બોલી પણ નથી શકતો. જોકે ધવનની ફીલિંગને વાચા આપતું બોલીવુડ સોન્ગ જબ સે હુઈ હૈ શાદી પણ પાછળ બેકગ્રાઉન્ડમાં સાંભળવા મળે છે. આ વિડિયો અપલોડ કરી ધવને લખ્યું કે, 'એક અઠવાડિયું ઘરમાં રહ્યા પછીની લાઇફ... ઘણું અઘરું છે.'

(3:44 pm IST)
  • ભારતમાં ૬૪૯ કેસ : ૧૪ના મોત : (૫૯૩ એકટીવ - હાલમાં કોરોના પીડિત કેસો જયારે ૪૨ સાજા થતાં ડિસ્‍ચાર્જ અપાયા) હોવાનું કેન્‍દ્રના આરોગ્‍ય - કલ્‍યાણ ખાતાએ જાહેર કર્યુ છે : મુંબઈ - થાણેમાં ૨ પોઝીટીવ કેસો : મુંબઈનો આંક હવે ૧૨૪ થયો : :એક વધુ મૃત્‍યુ સાથે મૃત્‍યુઆંક ૪ : ઈન્‍દોરમાં નવા ૫ કેસો સાથે મધ્‍યપ્રદેશમાં ૨૦ કોરોના પોઝીટીવ access_time 12:00 pm IST

  • કચ્છમાં ૧૧૦૨ લોકોને કરાયા કવોરટાઈન: ૮૮૭ લોકોને ઘરમાં જ કરાયા કવોરટાઈન:અત્યાર સુધી કચ્છમાં એક પોઝીટીવ કેસ : અત્યાર સુધી નોંધાયા ૧૬ કેસ શંકાસ્પદ access_time 10:40 pm IST

  • અમેરિકામાં હાહાકાર : અસરગ્રસ્‍તોનો આંકડો ૭૦ હજારે પહોંચવા આવ્‍યો : ૨૪ કલાકમાં ૧૩,૮૭૦ નવા કેસો : ૬૧૬ રીકવર : ૧૦૪૨ મોત : ૪૫% કેસો માત્ર ન્‍યુયોર્કમાં : ૪,૭૨,૮૨૦ ઉપર ટેસ્‍ટ કરાયા : ઈરાનમાં ૨૦૭૭ મોત : સ્‍પેનમાં ૩૬૪૭ મોત :ચીનમાં ૩૨૮૭ મોત access_time 11:59 am IST