Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

ઘરબેઠાં મીઠી યાદોને વાગોળી રહ્યો છે અનિલ કુંબલે

ઈન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અનિલ કુંબલે હાલમાં પોતાના ઘરે આઈસોલેટ થયા છે અને કોરોનાના આ વાતાવરણમાં તેઓ ઘરે બેસીને ભૂતકાળની મીઠી યાદોને વાગોળી રહ્યા છે. ટ્વિટર પર પોતે કિલક કરેલો ફોટો શેર કરી કુંબલેએ કહ્યું કે ઘરે રહીને મારા ફોટોનો આર્કાઈવ જોઈ રહ્યો છું જેમાંથી સારી યાદો પુનર્જિવિત થાય.

(3:44 pm IST)
  • સોનીયા ગાંધીએ નરેન્દ્રભાઈને પત્ર લખી લોક ડાઉનનું સમર્થન કર્યુ ડોકટરો- નર્સીગ સ્ટાફની સુરક્ષા માટે પગલા લેવા જણાવ્યુઃ ૬ મહિના માટે હપ્તા ટાળવા કેન્દ્રને વિચાર કરવા સૂચન access_time 12:56 pm IST

  • ઓહોહો... રાજકોટમાં ૩૬ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે : રાજકોટ : શહેરમાં આજે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ૩૬ કિ.મી.ની ગતિએ પવન ફૂંકાઈ રહ્યા છે : ૨૯.૬ ડિગ્રી સાથે ગરમીમાં ઘટાડો થયો છે : ભેજનું પ્રમાણ ૪૩ ટકા છે : દિવસનું તાપમાન નોર્મલથી ૮ થી ૯ ડિગ્રી નીચુ જોવા મળી રહેલ છે access_time 4:33 pm IST

  • સેન્સેકસ ૧૪૩૫ પોઈન્ટ વધીને ૨૯૯૭૧: નીફટી ૩૮૦ પોઈન્ટ વધીને ૮૬૯૮ થયો : ઈન્ડસઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, એકસીસ અને બજાજ ફીનસર્વના શેરો ૯ થી ૩૫ ટકા ઉચકાયા છે જયારે એચસીએલ ટેક, આઈઓસી, ગેઈલ, અદાણી પોટ્ર્સ અને આઈટીસી સામાન્ય તૂટ્યા છે access_time 11:26 am IST