Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

ક્રિકેટરો પોતાની ફિટનેસ ગુમાવી ન બેસે તે માટે તેમને કસ્ટમાઇઝડ ઇન્ડોર વર્કઆઉટ અપાયુ

બોલર અને બેટસમેને રોજેરોજ ફિઝીયોથેરાપીસ્ટને માહિતી આપવી પડશે

નવી દિલ્હી, તા.૨૬: દેશ આખો કોરોના સામે લડત લડવા માટે ૨૧ દિવસ લોકડાઉન થઇ ગયો છે. પણ એ દરમ્યાન ક્રિકેટ ટીમના ખેલાડીઓ પોતાની ફિટનેસ ન ગુમાવી બેસે એ માટે તેમને કસ્ટમાઇઝડ ઇન્ડોર વર્કઆઉટ આપવામાં આવ્યું છે.

આ માટે તેમણે સમયસર કોચને માહિતી પણ આપતી રહેવી પડશે. સ્ટેન્ધ એન્ડ કન્ડિશન કોચ નીક વેબ અને ફિઝિયો નીતિન પટેલ આ કામને પાર પાડી રહ્યા છે આ બંને નિષ્ણાંતોએ દરેક ખેલાડીને એક ખાસ ટ્રેઇનિંગ ટાસ્ક આપ્યો છે. આ ટાસ્કમાં તેમણે દરેક ફોર્મેટના દરેક ખેલાડી સમાવી લીધા છે. બોલરોની કોર અને લોઅર બોડી મજબૂત બને એવી કસરત તેમને આપવામાં આવી છે, જયારે બેટસમેનને શોલ્ડર અને રીસ્ટની એકસરસાઇઝ આપવામાં આવી છે જેથી કરીને તેમને રમતી વખતે મદદ મળી રહે. ટૂંકમાં દરેક ખેલાડીને જે પ્રમાણે એકસરસાઇઝ કરી શકે એ વાતને પણ અહીં નીક અને નીતિને ધ્યાનમાં રાખી છે.

વિરાટ જેવા પ્લેયરને, જેને વજન ઉપાડવું ગમે છે, એવા પ્લેયરની દૈનિક કસરતમાં એ પ્રમાણેના ટાસ્કને સામેલ કરવામાં આવ્યો છે, જયારે અન્ય પ્લેયર જેઓ ફ્રી-હેન્ડ એકસરસાઇઝ કરવામાં માને છે તેમને વેઇટ ફ્રી ટ્રેનિંઇગ ઓપ્શન આપવામાં આવ્યાં છે. દરેક ખેલાડીઓને પોતાના વ્યાયામના રીપોર્ટ નિયમિતપણે નીક અને નીતિનને પહોંચાડવાના રહેશે.

(3:43 pm IST)