Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

ઓસ્ટ્રેલીયન ઓલરાઉન્ડર એલીસ પેરીનું ઓપરેશન રહ્યું સફળ

એલીસ પેરીના જમણા પગની માંસપેશીઓ ખેંચાઈ ગઈ હતી,

મુંબઈ : માંસપેશીઓ ખેંચાવાના કારણે આઇસીસી મહિલા ટી-૨૦ વર્લ્ડકપની સેમીફાઈનલ અને ફાઈનલમાં ના રમનારી ઓસ્ટ્રેલિયાની સ્ટાર ઓલરાઉન્ડર એલીસ પેરીનું ઓપરેશન સફળ રહ્યું છે. ઓસ્ટ્રેલીયન કોચ મેથ્યુ મોટે આ જાણકારી આપી છે. ટી-૨૦ વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ સામે છેલ્લી લીગ મેચમાં ૨૯ વર્ષની એલીસ પેરીના જમણા પગની માંસપેશીઓ ખેંચાઈ ગઈ હતી, તેનાથી બહાર આવવા માટે તેમને સર્જરી કરાવવાનું કહેવામાં આવ્યું હતું.

ક્રિકેટ.કોમ.એયુથી મોટથી કહ્યું છે કે, એલીસ પેરીની હેમસ્ટ્રીંગનું ઓપરેશન સફળ રહ્યું છે. તેના પ્રથમ સત્રમાં તેમને સંપૂર્ણપણે વિશ્વામ કરવો પડશે. અત્યારે તે સિડનીમાં છે. એલીસ પેરીને ફીટ થવામાં છ મહિનાનો સમય લાગશે અને તે સાઉથ આફ્રિકા સામે સીમિત ઓવરોની સીરીઝ અને ભારતમાં મહિલા ટી-૨૦ ચેલેન્જ મેચમાં રમી શકશે નહીં.

કોવિડ-૧૯ મહામારીના કારણે તેમ છતાં હજુ દુનિયાભરની રમત ગતિવિધિઓ ઠપ્પ થઈ ગઈ છે અને એવામાં સંભાવનાઓ છે કે, એલીસ પેરીને વધુ મેચથી દુર રહેવું પડશે.

 આઈસીસી મહિલા ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૦ ફાઈનલ ૮ માર્ચના રમાઈ હતી. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયાને ૮૫ રનથી હરાવી પાંચમી વખત ટ્રોફી પોતાના નામે કરી હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા એલીસા હિલી (૭૫) અને બેઠ મુની (અણનમ ૭૮) ના આધારે ૪ વિકેટ ૧૮૪ રન બનાવ્યા હતા.

(11:04 am IST)