Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

અઝલાન શાહ કપઃ ભારતીય હોકી ટીમે મલેશિયાને 4-2થી હરાવ્યું :પોઇન્ટ ટેબલમાં બીજાસ્થાને પહોંચ્યું

 

નવી દિલ્હીઃ સુલ્તાન અઝલાન શાહ કપમાં ભારતીય હોકી ટીમે યજમાન મલેશિયાને 4-2થી હરાવ્યું છે ભારત તરફથી સુમિતે 17મી મિનિટમાં, સુમિત કુમારે 27મી, વરૂણે 36મી અને મંદીપે 58મી મિનિટે એક-એક ગોલ કર્યો હતો. જ્યારે મલેશિયા વતી રાજીએ 21મી અને ફિરહાને 57મી મિનિટમાં એક-એક ગોલ કર્યો હતો. ટીમોના પોઈન્ટ ટેબલમાં ભારતે 7 પોઈન્ટની સાથે બીજા સ્થાને છે .જયારે મલેશિયા 6 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચ્યું છે

   ભારતે પ્રથમ મેચમાં એશિયન ચેમ્પિયન જાપાનને 2-0થી પરાજય આપ્યો હતો. જ્યારે બીજો મેચ દક્ષિણ કોરિયા સામે 1-1થી ડ્રો રહ્યો હતો. નવ વર્ષ પહેલા ગુવાંગ્ઝૂ એશિયન ગેમ્સના સેમીફાઇનલમાં મલેશિયાએ ભારતને 4-3થી પરાજય આપ્યો હતો. ત્યારબાદ ગત વર્ષે પણ મલેશિયાની ટીમે એશિયન ગેમ્સની સેમિફાઇનલમાં ભારતને હરાવ્યું હતું. ત્યારે મલેશિયાની ટીમ પેનલ્ટી શૂટઓફમાં 7-6થી જીતી
    ટૂર્નામેન્ટમાં બંન્ને ટીમોના મુકાબલાની વાત કરવામાં આવે તો અત્યાર સુધી 11 મેચ રમાઈ છે. તેમાંથી ભારતીય ટીમને આઠમાં જીત મળી અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. બે મેચ ડ્રો રહી છે. ગત વર્ષે 2018માં ભારતે મલેશિયાને 5-1થી હરાવ્યું હતું. બંન્ને ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ 101 મેચ રમાઈ છે. જેમાં ભારતે 70માં જીત હાસિલ કરી છે. મલેશિયાનો 13 મેચમાં વિજય થયો છે. 18 મેચ ડ્રો રહી છે.

(12:20 am IST)