Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

રોહિતે પુત્રીને સંભળાવ્યુ 'અસલી હિપ હોપ' સોંગ : વિડીયો વાયરલ

નવીદિલ્હી,તા.૨૬ : ઈન્ડિન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ૧૨ સિઝનનો પ્રારંભ થયો છે. લીગની ફ્રેન્ચાઇઝી મુંબઈ ઈન્ડિયન્સના પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સની સામે રમાઇ હતી. એવામાંં રોહિતનો હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં તે પોતાની પુર્ત્રી સમાયરાને રમાડતો-ખવડાવતો જોવા મળી રહ્યો છે.

આ વીડિયો રોહિત શર્માએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે. તેમાં તે પોતાની ક્યૂટ પુત્રીને અભિનેતા રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ 'ગલિ બોય'નું ગીત 'અસલી હિપ હોપ' સંભળાવતો જોવા મળી રહ્યો છે. પોતાની માસૂમ પુત્રી પણ ગીતને સાંભળીને ચીં-ચીં કરતી જોવા મળી રહી છે. પિતા અને પુત્રીના અનમોલ ક્ષણનો વીડિયો જોઇને પ્રશંસક પણ ખૂબ ખુશીભરી કોમેન્ટ અને રિપ્લાઇ કરી રહ્યાં છે. વીડિયો શેર કરતા ક્રિકેટરે લખ્યું, આપણા બધામાં થોડો ઘણો ગલીનો ઉલ્લાસ છે.

(3:46 pm IST)