Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

IPL -2019 :પંજાબનો શાનદાર વિજય :રાજસ્થાનનો 14 રને પરાજય :છેલ્લી બે ઓવરમાં બાજી પલ્ટી ગઈ

જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં IPL 2019ની ચોથી મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબે રાજસ્થાનને 14 રને પરાજય આપ્યો હતો પંજાબે આપેલા 185 રનના ટાર્ગેટ સામે રાજસ્થાનની ટીમ  20 ઓવરમાં 170 રન  બનાવી શકી હતી. પંજાબ તરફથી અંકિત રાજપૂત, સેમ કરન અને મુજિબ-ઉર-રહમાને 2-2 જ્યારે રવિચંદ્રન અશ્વિને એક વિકેટ ઝડપી. રાજસ્થાન તરફથી જોસ બટલરે 69 રનની ઈનિંગ રમી હતી જોકે ટીમને જીત અપાવી શક્યો નહીં.

   રાજસ્થાને ટૉસ જીત પ્રથમ ફિલ્ડીંગનો નિર્ણય લીધો હતો. ક્રિસ ગેઈલના 47 બોલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 79 અને સરફરાઝ ખાનન 29 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે અણનમ 46 રનની મદદથી 20 ઓવરમાં 4 વિકેટે 184 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી બેન સ્ટોક્સે સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી
  રાજસ્થાનની શરૂઆત તોફાની રહી હતી. કેપ્ટન અજિંક્ય રહાણે (27) અને જોસ બટલર (69)એ 78 રનની શાનદાર ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી. રાજસ્થાન 2 ઓવર બાકી રહેતા જીત નજીક હતી પરંતુ બટલરના રનઆઉટ અને બાદમાં મીડલ તથા લોઅર ઓર્ડરના રકાસને લીધે 20 ઓવરના અંતે ટીમ 9 વિકેટે માત્ર 170 રન બનાવી શકી હતી.

 

(1:33 am IST)
  • આવકવેરા ખાતું ટૂંક સમયમાં કલમ 133 સી હેઠળ વધુ એક નોટિસોનો મારો ચલાવી રહ્યાનું જાણવા મળે છે : ટૂંક સમયની અંદર ડેટા એનાલિટિક્સ પર આધારિત આ નવી નોટિસોનો ધમધમાટ શરૂ થઇ જશે તેમ આધારભૂત સૂત્રોના હવાલાથી જાણવા મળે છે. access_time 12:33 am IST

  • ભગાભાઇ બારડ કેસમાં ચૂકાદો આવતીકાલ ઉપર મુલત્વી રહ્યો : કોંગ્રેસના નેતા ભગાભાઇ બારડને ધારાસભ્ય તરીકે ડીસ્કવોલીફાય ઠેરવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના હૂકમને પડકારતી અરજી ઉપર ગુજરાત હાઇકોર્ટે ચૂકાદો મુલત્વી રાખ્યો છેઃ હાઇકોર્ટ આવતીકાલે આ સંદર્ભે પોતાનો ચૂકાદો આપે તેવી સંભાવના છે access_time 5:00 pm IST

  • જૂનાગઢ બેઠક માટે હીરાભાઇ સોલંકી ? : જૂનાગઢની બેઠક માટે ભારતીય જનતા પક્ષે હીરાભાઇ સોલંકીના નામ ઉપર મહોર મારી રહ્યાનું જાણવા મળે છે access_time 3:23 pm IST