Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

ઓસી. ક્રિકેટરની પોલ કેમેરામેને ખોલી સહેવાગે ટ્વીટ કરીને ઉડાડી ઠેકડી

બેન ક્રાફટ સામે બોલ ટ્રેપીંગનો આરોપઃ કબુલ પણ કર્યુ

નવી દિલ્હી, તા. ૨૬ :. દ. આફ્રીકા અને ઓસ્ટ્રેલીયાની વચ્ચે રમાયેલ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે એક ચોંકાવનારી વાતનો ખુલાસો કરતા ટ્વીટર કીંગ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે સનસનાટી મચાવી હતી.

કેમરૂન બેનક્રાફટ જ્યારે તેમના પેન્ટમાં એક પીળા રંગની વસ્તુ છુપાવવા જઈ રહ્યા હતા તે દરમ્યાન એક કેમેરામેને આ દ્રશ્ય પોતાના કેમેરામાં કેદ કર્યુ, વિડીયો વાયરલ થતા બેનક્રાફટ એ પોતાની ભૂલ કબુલી.

વિરેન્દ્ર સહવાગે પોતાના અનોખા અંદાજમાં ટ્વીટરના માધ્યમથી કેમેરામેનનું નામ જાહેર કરતા ફિલ્મ ડોનનો પ્રખ્યાત ડાયલોગ લખ્યો 'ઓસ્કાર દ કેમેરામેન, જેમના કેમેરાથી બચવુ મુશ્કીલ નથી નામુમકીન છે.(૨-૩)

(11:59 am IST)