Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

સમગ્ર ટેસ્ટ દરમિયાન માત્ર ૧૪૦.૨ ઓવર નખાઈ

ટીમ ઈન્ડિયાએ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડને બીજા જ દિવસે પરાસ્ત કરીને કમાલ કરી હતી. આ મેચ ચારેય ઈનિંગ્સ મળીને કુલ ૧૪૦.૨ ઓવરમાં જ પૂરી થઈ ગઈ હતી અને એ ડે નાઈટ ક્રિકેટના ઈતિહાસની સૌથી ટૂંકી ટેસ્ટ બની રહી હતી. આ પહેલા ડિસેમ્બર ૨૦૧૭માં સાઉથ આફ્રિકા અને ઝીમ્બાબ્વે વચ્ચેની ડે - નાઈટ ટેસ્ટ પણ માત્ર બે દિવસમાં પૂરી થઈ ગઈ હતી. જો કે એમાં ત્રણ ઈનિંગ્સ મળીને કુલ ૧૫૧.૧ ઓવર રમાઈ હતી.

(3:56 pm IST)
  • રાજયમાં ફાયર સેફટી એકટના અમલમાં હાઇકોર્ટનું કડક વલણ : કોર્ટે કહ્યું.. લોકોના જીવના જોખમે હોસ્પિટલો અને શાળાઓ ધંધો કરી શકશે નહીં: શ્રેય હોસ્પિટલ ફરી શરૂ કરવાની રજૂઆત કોર્ટે ફગાવીઃ અમદાવાદ હોસ્પિટલ અને નર્સિગ એસોસીએશનને હાઇકોર્ટનો નિર્દેશ.. ફાયર સેફટીના નિયમોનું પાલન કરો અથવા હોસ્પિટલ બંધ કરોઃ ફાયર સેફટી વગરની ઇમારતો ફેકટરી શાળાઓ અને હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવા હાઇકોર્ટનો સરકારનો આદેશ. access_time 3:54 pm IST

  • રાજકોટ સહિત ગુજરાતભરમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ચાલુ : પેટ્રોલ- ડીઝલના ભાવવધારા અને મોંઘવારીના વિરોધમાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓએ પણ હડતાલનું એલાન જાહેર કરાયું હતું. પરંતુ ટ્રાન્સપોર્ટના વેપારીઓ સાથે વાત કરતાં તેઓએ જણાવેલ હડતાલનું કોઈ એલાન કરાયું જ નથીઃ માત્ર અફવા છેઃ રાબેતા મુજબ જ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ચાલુ જ છે access_time 12:51 pm IST

  • રસીકરણ : બિમારીવાળા દર્દીઓને પણ રસી અપાશેઃ જયંતિ રવિ : સિનિયર સિટીઝન અને સામાન્ય નાગરિકો માટે ૧લી માર્ચથી : ગુજરાતમાં સિનિયર સિટીઝન અને સામાન્ય નાગરિકોને રસીકરણ ૧લી માર્ચથી શરૂ કરાશે, પ્રથમ ૬૦ વર્ષથી ઉપરથી વ્યકિતઓને રસી અપાશે, એટલું જ નહીં ૪૫ વર્ષથી વધુ વયની વ્યકિતઓ કે જેમને કેન્સર, હાઈપરટેન્શન, કિડની, ડાયાબિટીસ જેવા ગંભીર રોગ હશે તેમને પણ રસી અપાશેઃ એક મોબાઈલ નંબર પરથી ચાર વ્યકિત રજીસ્ટ્રેશન કરાવી શકશે, જેમાં ડોકયુમેન્ટ્સ જોડવાના રહેશે, ઓનસાઈટ રજીસ્ટ્રેશન પર શરૂ કરાશે access_time 3:54 pm IST