Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ક્રિસ ગેલ સહિત સ્ટાર ખેલાડીઓને વર્લ્ડ ઇલેવનમાં સ્થાન : એશિયા ઈલેવન સામે રમશે ટી-૨૦ સીરીઝ

વિરાટ કોહલી અને લોકેશ રાહુલ રમશે કે કેમ ? તેની પુષ્ટિ મળી નથી

મુંબઈ,તા.૨૬: એશિયા ૧૧ અને વર્લ્ડ ૧૧ ની વચ્ચે બે મેચની ટી-૨૦ સીરીઝ શરૂ થઇ રહી છે જેનું આયોજન બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ માર્ચ ૧૮ થી માર્ચ ૨૧ ની વચ્ચે કરવાનું છે. અહીં એશિયા ૧૧ ની જવાબદારી વિરાટ કોહલીને સોંપવામાં આવી છે જયારે વર્લ્ડ ૧૧ ની જવાબદારી ફાફ ડુ પ્લેસીસને છોપવામાં આવી છે. તેમ છતાં અત્યાર સુધી આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી કે વિરાટ કોહલી રમશે અથવા નહીં.

મેચનું આયોજન શેખ મુજીબ ઉર રહેમાનની ૧૦૦ મી વર્ષગાઠ પર થઈ રહી છે. બીસીબી તરફથી એ કહેવામાં આવ્યું છે કે, વિરાટ કોહલી અને લોકેશ રાહુલના રમવાની પુષ્ટિ અત્યાર સુધી મળી નથી. કેમકે ૧૮ માર્ચના ભારતને સાઉથ આફ્રિકા સાથે ત્રણ મેચની વનડે સીરીઝ રમવાની છે જે ઈડન ગાર્ડન્સ પર હશે.

તમને જણાવી દઈએ કે, અહીં ભારત તરફથી સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલી, મોહમ્મદ શમી, શિખર ધવન અને કુલદીપ યાદવના નામ મોકલ્યા છે જયારે વિકેટકીપર તરીકે ઋષભ પંત અને લોકેશ રાહુલને રાખવામાં આવ્યા છે. એશિયા-૧૧માં એક પણ પાકિસ્તાનના ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા નથી. બીસીસીઆઈ આ પહેલા પણ કહી ચુકયું છે પરંતુ પાકિસ્તાને તેના પર પોતાનો જવાબમાં આપતા જણાવ્યું છે કે, બીસીબીએએ પીસીબીને છોડી બીસીસીઆઈને પસંદ કર્યું નથી પરંતુ પાકિસ્તાનના ખેલાડી પહેલાથી જ પીએસએલ રમવામાં વ્યસ્ત છે.  બંને ટીમો આ પ્રકાર છે

એશિયા ઈલેવન : વિરાટ કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ, ઋષભ પંત, મોહમ્મદ શમી, શિખર ધવન, તામિમ ઇકબાલ, લીટોન દાસ, મુશફિકુર રહીમ, થીસારા પરેરા, રાશીદ ખાન, મુસ્તફિજૂર રહેમાન, સંદીપ લામિછાને, લસિથ મલિંગા, મુજીબ ઉર રહેમાન.

વર્લ્ડ ઈલેવન  : ફાફ ડુ પ્લેસીસ (કેપ્ટન), એલેકસ હેલસ, ક્રીસ ગેલ, નિકોલસ પૂરન, રોસ ટેલર, જોની બેયરસ્ટો, કેરોન પોલાર્ડ, આદીલ રશીદ, શેલ્જન કોટ્રેલ, લુંગી એનગીડી, એન્ડ્ર્યુ ટાઈ, મિચેલ મેકલેનાઘન.

(3:55 pm IST)