Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ન્યુઝીલેન્ડમાં પણ ઈન્ડિયામાં રમતા હોય એ રીતે રમતી હતી ભારતીય ટીમઃ ક્રેગ મેક્મિલન

વેલિંગ્ટનઃ ટીમ ઈન્ડિયાની ન્યુઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચમાં થયેલા પરાજયને લીધે અનેક દિગ્ગજ પ્લેયરો સવાલ ઉઠાવી રહ્યા છે. ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ક્રેગ મેક્મિલને પણ આ વિષયમાં પોતાનો અભિપ્રાય આપ્યો છે. ક્રેગે કહ્યું હતું કે 'ટીમ ઈન્ડિયાએ અહીંની પરિસ્થિતિ સાથે એડ્જસ્ટમેન્ટ નથી કર્યું. એ લોકો જે પ્રમાણે ભારતમાં રમે છે એ પ્રમાણે અહીં રમતા હતા.'

બોલ તમારા ઘૂંટણથી ઉપર બાઉન્સ નથી થઈ રહ્યો ત્યારે પણ કેટલાક શોટ તમે ઈન્ડિયામાં મારી શકો છો, પરંતુ ન્યુઝીલેન્ડમાં એ શકય નથી.

ટેસ્ટમાં નંબર-વન ટીમ ઈન્ડિયાને ચાર જ દિવસમાં હથિયાર હેઠા મૂકી દેતી અને આ રીતે રમતી મેં કયારેય નથી જોઈ. હા, વેલિંગ્ટનમાં જયારે બોલ સ્વિંગ કરવાનો વારો આવે છે ત્યારે ટ્રેન્ટ બોલ્ટ અને ટીમ સાઉથી પોતાનો બેસ્ટ પર્ફોર્મન્સ આપે છે.

(3:28 pm IST)