Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ચંદીગઢની કાશ્વી ગૌતમે રચ્યો નવો ઈતિહાસ :૧૦ વિકેટ લેનારી ભારતની પ્રથમ મહિલા ક્રિકેટર બની

કાશીએ હેટ્રિક પણ લીધી: બીસીસીઆઈ વુમન પર કાશ્વીનો વિડીયો પોસ્ટ કરી તેમના પ્રદર્શનના વખાણ કર્યા

ચંદીગઢની કાશ્વી ગૌતમે  ઈતિહાસ રચ્યો હતો  તે વનડે ક્રિકેટ મેચમાં ઇનિંગ ૧૦ વિકેટ લેનારી ભારતની પ્રથમ ક્રિકેટર બની છે. કાશ્વી ગૌતમે આ શાનદાર પ્રદર્શન બીસીસીઆઈની અન્ડર-૧૯ વનડે ટુર્નામેન્ટમાં અરુણાચલ પ્રદેશ સામે કર્યું હતું. તેમને અરુણાચલ પ્રદેશની ઇનિંગમાં હેટ્રિક પણ લીધી હતી. તેમને ઇનિંગમાં સંપૂર્ણ ૧૦ વિકેટ લઈને અનીલ કુંબલે દ્વ્રારા પાકિસ્તાન સામે દિલ્હી ટેસ્ટની ઇનિંગ માટે ૧૦ વિકેટોની યાદ અપાવી દીધી છે.

 ચંદીગઢની કેપ્ટન કાશ્વી ગૌતમે આ મેચમાં બેવડી પ્રદર્શન કરી પોતાની ટીમને ૧૬૧ રનથી જીત અપાવી દીધી હતી. ચંદીગઢે પ્રથમ બેટિંગ કરી ૪ વિકેટે ૧૮૬ રન બનાવ્યા હતા. કાશ્વી ગૌતમે ૬ ચોગ્ગાની મદદથી સર્વાધિક ૪૯ રન બનાવ્યા હતા. સિમરન જોહાલે ૪૨ અને મેહુલે ૪૧ રનનું યોગદાન આપ્યું હતું. તેના જવાબમાં કાશ્વી ગૌતમની શાનદાર બોલિંગ સામે અરુણાચલ પ્રદેશની ઇનિંગ ૮.૫ ઓવરમાં ૨૫ રનમાં સમાપ્ત થઈ ગઈ હતી. આ જમણા હાથની ઝડપી બોલરે અરુણાચલ પ્રદેશની ઇનિંગની ત્રીજી ઓવરમાં નબન માર્થા, અભિ અને સંસ્કુર્તી શર્માને સતત ત્રણ બોલમાં આઉટ કરી હેટ્રિક પૂરી કરી હતી.

 કાશ્વી ગૌતમના આઠ શિકાર ખાતું પણ ખોલી શક્યા નહોતા. સૌથી રસપ્રદ વાત એ રહી કે, તેમને આ ૧૦ વિકેટ લેવામાં કોઈ પણ ફિલ્ડરની મદદ લીધી નહોતી કેમકે તેમને ૪ બેટ્સમેનોને બોલ્ડ કર્યા જ્યારે ૬ બેટ્સમેન એલબીડબલ્યુ આઉટ થયા હતા.

  કાશ્વી ગૌતમ તેની સાથે સીમિત ઓવરોની મેચમાં સંપૂર્ણ ૧૦ વિકેટ લેનારી પ્રથમ ભારતીય ક્રિકેટર બની ગઈ હતી. આ અગાઉ અનીલ કુંબલે સહિત ત્રણ ભારતીય બોલરોએ ઇનિંગમાં સંપૂર્ણ ૧૦ વિકેટ લેવાનું કારનામું કર્યું હતું પરંતુ તે મલ્ટીપલ ડેઝનો મુકાબલો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઇનિંગમાં સંપૂર્ણ ૧૦ વિકેટ લેવાનું કારનામું માત્ર જીમ લેકર અને અનીલ કુંબલે જ કરી શક્યા છે.

બીસીસીઆઈએ પોતાના આધિકારિક ટ્વીટર એકાઉન્ટ બીસીસીઆઈ વુમન પર કાશ્વીનો વિડીયો પોસ્ટ કરી તેમના પ્રદર્શનના વખાણ કર્યા છે. કાશ્વી ગૌતમ આ ટુર્નામેન્ટની શાનદાર બોલિંગ કરી રહી છે. તે અત્યાર સુધી ૩ મેચમાં ૧૮ વિકેટ પ્રાપ્ત કરી ચુકી છે. તેમને આ મેચ પહેલા જમ્મુ-કશ્મીર સામે મેચમાં ૭ વિકેટ લીધી હતી.

(1:30 pm IST)