Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ડે નાઈટ ટેસ્ટ મેચ મામલે COA અને BCCI આમને-સામને

નવી દિલ્હી:વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ઓક્ટોબરમાં પ્રસ્તાવિત ડે નાઈટ ટેસ્ટ મેચના આયોજન પર મુખ્ય કોચ રવિ શાસ્ત્રી તરફથી સકારાત્મક સંકેત મળ્યા છતા આ મામલે પ્રશાસકોની સમિતિ (સીઓએ)ના વલણ પર બીસીસીઆઈએ કડક પ્રતિક્રિયા આપી છે. સીઓએ પ્રમુખ વિનોદ રાયે આ મામલામાં તેમને અંધારામાં રાખવાના કારણે આ પ્રસ્તાવિત મેચ વિવાદનો વિષય બની ગઈ છે. 
બીસીસીઆઈ કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરી, સીઈઓ રાહુલ જોહરી અને સબા કરીમ આ મેચને લઈને રવિ શાસ્ત્રીના સંપર્કમાં હતા. શાસ્ત્રીએ આ અંગે બોર્ડને જણાવ્યુ કે, કોઈ બીજી શ્રેણીની ટીમ (વેસ્ટઈન્ડિઝ)ની સામે આ મેચ મેજબાની કોઈ નાના શહેરમાં રાખવી સારી રહેશે, જેમાં એક સેશન દુધિયા રોશનીમાં રમાડવામાં આવે. વિનોદ રાયે આ મામલા પર સીઓએને જાણ ન કરવાને લઈ નારાજગી દર્શાવી છે. જ્યારે આ અંગે બીસીસીઆઈના વરિષ્ઠ અધિકારીને પૂછવામાં આવ્યુ તો તેમણે ગોળગોળ જવાબ આપ્યા. આ અધિકારીએ જણાવ્યુ કે, રાય જ્યારે નીતિગત નિર્ણયો પર પ્રક્રિયાની વાત કરે છે તો તે યોગ્ય છે. નિશ્ચિત રીતે (કાર્યવાહક અધ્યક્ષ) સીકે ખન્ના અને (કોષાધ્યક્ષ) અનિરુદ્ધ ચૌધરીને પણ આ અંગે જાણ કરવી જોઈતી હતી જે અમિતાભ અને રાહુલે નથી કરી. 

(4:58 pm IST)