Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

IOCએ રશિયા પર ડોપિંગનો પ્રતિબંધ ચાલુ રાખ્યો

નવી દિલ્હી: રશિયાના ખિલાડી પ્યોન્ગચંગ વિન્ટર ઓલમ્પિકના સમાપન સમારોહમાં પોતાના દેશના ધ્વજ સાથે માર્ચ નહીં કરી શકે કારણ કે આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સિમિતિ (આઇઓસી)એ રશિયા પર મોટાપાયે થતા ડોપિંગના લીધે તેના પર લગાડવામાં આવેલા પ્રતિબંધને ચાલુ રાખ્યો છે.

આઇઓસીએ વધુમાં કહ્યું કે જો રમતોથી જોડાયેલ કોઈ પોજીટીવ ડ્રગ રિપોર્ટ નહીં આવે તો પછીથી આ પ્રતિબંધ દૂર કરાવવામાં આવેશે,પ્યોન્ગચાંગમાં અત્યાર સુધી 2 રશિયન ખેલાડીઓ પોજીટીવ ડોપિંગમાં આવ્યા છે. 

(5:36 pm IST)