Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

સહેવાગે કોમી વિવાદો સર્જયા, માફી માંગી, બાદમાં ટ્વીટ જ ડિલીટ કરી નાખી

પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે ટ્વીટરથી વિવાદો ઉભા કર્યા છે. એમણે કેરળમાં આદિવાસી વ્યક્તિની હત્યાને 'કોમી' રંગ આપવા પ્રયાસો કર્યા છે. ૩૦ વર્ષીય મધુની ટોળાએ ઘાતકી હત્યા કરી હતી. ટોળાએ મૂઢમાર મારતા એ બેભાન થઈ ગયો.હોસ્પિટલમાં લવાતા એને મૃત જાહેરકરાયો. ટોળાકીય હત્યાને વખોડવામાંઆવી છે અને કેરળના મુખ્યમંત્રીએ૧૦ લાખ રૂપિયા વળતરની જાહેરાતકરી છે. સહેવાગે હત્યા બદલ ટ્વિટરઉપર ફકત મુસ્લિમોના નામો લખ્યાહોવાથી એમની ઉપર માછલાં ધોવાયાહતા. કેરળ પોલીસે ધરપકડ કરાયેલ ૧૬ આરોપીઓના નામો જાહેર કર્યા હતા જેમની સંડોવણીની ઘાતકી હત્યામાં હતી. આ પછી સહેવાગે શનિવારે ટ્વિટર ઉપર પોતાની ભૂલ બદલ માફીમાંગી હતી. જો કે, એ પછી એમણે માફી માંગતા ટ્વિટરને ભૂંસી નાંખ્યું હતું.

(3:48 pm IST)