Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

દ્રવિડની દરિયાદિલી : પોતાનું નુકશાન કરી તમામ સપોર્ટીંગ સ્ટાફને ફાયદો કરાવ્યો

નવી દિલ્હી : ભારતીય અન્ડર-૧૯ વર્લ્ડકપ વિનીંગ ટીમના કોચ રાહુલ દ્રવિડની ફરી એકવાર દરિયાદિલી સામે આવી છે. ભારતીય ટીમ ચેમ્પિયન થતાં બીસીસીઆઈ દ્વારા કોચ રાહુલ દ્રવિડને ૫૦ લાખ તથા સપોર્ટીંગ સ્ટાફને ૨૦-૨૦ લાખ આપવાનું જાહેર કરાયુ હતું પણ બધાને એક જ ત્રાજવામાં તોલવામાં આવે તેવી રાહુલ દ્રવિડે બોર્ડ સમક્ષ માંગણી કરતા બીસીસીઆઈ પણ નવાઈ પામ્યુ હતું, કોચ દ્રવિડની માંગણી બાદ ભારતીય બોર્ડે પણ દરેકને ૨૫-૨૫ લાખ ઉપરાંત એક વર્ષથી જે સ્ટાફ ટીમ સાથે સંકળાયેલ છે તેને પણ આ રકમ આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતથી ગયા વર્ષે ઓન ડ્યુટી અવસાન પામેલ રાજેશ સાવંતને પણ ૨૫ લાખ મળશે જે તેના પરીવારને આપવામાં આવશે. આમ દ્રવિડે પોતાનું ૨૫ લાખનું નુકશાન કરાવી તમામ સ્ટાફને એકસરખો ગણાવ્યો હતો.

(3:48 pm IST)