Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

એશિયા કપ રમવા ટીમ ઇન્‍ડિયા પાકિસ્‍તાન જશે કે ટુર્નામેન્‍ટ જ બીજા દેશમાં રમાશે

એશિયા કપ અંગે ૪ ફેબ્રુઆરીએ મીટીંગ

નવી દિલ્‍હીઃ પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડના મતે સપ્‍ટેમ્‍બરમાં પાકિસ્‍તાનમાં યોજાનારા મેન્‍સ એશિયા કપની બાબતમાં ચર્ચા માટે ચોથી ફેબ્રુઆરીએ બાહરિનમાં એશિયન ક્રિકેટ કાઉન્‍સિલ(એસીસી)ની મીટીંગ યોજાશે.

એસીસીના ચીફ જય શાહે થોડા સમય પહેલા કહયુ હતુ કે ભારત પોતાની ટીમને એશિયા કપમાં રમવા પાકિસ્‍તાન નહી મોકલે અને કદાચ આ ટુર્નામેન્‍ટના ૨૦૧૮ની સાલની જેમ પાકિસ્‍તાનને બદલે બીજા કોઇ દેશમાં રાખવામાં આવશે

(3:38 pm IST)