Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

ઓસ્ટ્રેલિયા સાથે એક જ સ્થળે ત્રણેય ટેસ્ટ રમવી શક્ય નથીઃ PCB

 

નવી દિલ્હી: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) મંગળવારે કહ્યું કે 3 માર્ચથી કરાચીના નેશનલ સ્ટેડિયમમાં એક સ્થળે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી યોજવા અંગે કોઈ સૂચન કરવામાં આવ્યું નથી. બીજી ટેસ્ટ 12-16 માર્ચ દરમિયાન રાવલપિંડીમાં જ્યારે ત્રીજી અને અંતિમ ટેસ્ટ 21 માર્ચથી લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે. ઓસ્ટ્રેલિયન મીડિયામાં એવા અહેવાલો આવ્યા છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) એક સ્થળે ત્રણેય ટેસ્ટ મેચો રમવા માટે PCB સાથે વાતચીત કરી રહી છે. ક્રિકેટ પાકિસ્તાને મંગળવારે પોતાના રિપોર્ટમાં PCBના એક અધિકારીને ટાંકીને કહ્યું કે એક જગ્યાએ 19 દિવસના આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વ્યવસ્થા કરવી શક્ય નથી. ઓસ્ટ્રેલિયા કરાચી, લાહોર અને રાવલપિંડીમાં ટેસ્ટ રમશે.

(5:32 pm IST)