Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

યુવરાજ બન્યો પિતા, પત્નિ હેઝલે પુત્રને આપ્યો જન્મ

 

નવી દિલ્હી : પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ પુત્રનો પિતા બન્યો છે. ૪૦ વર્ષીય યુવરાજે મંગળવારે મોડી રાત્રે ટ્વીટ કરીને આ જાણકારી પોતાના ચાહકો સાથે શેર કરી હતી. યુવરાજે આ સારા સમાચારને પોતાના ટ્વિટર એકાઉન્ટથી શેર કરવાની સાથે દરેકને પ્રાઈવસીનું સન્માન કરવા વિનંતી પણ કરી હતી.

યુવરાજે ટ્વીટ કરી કહયું, અમારા તમામ ચાહકો, કુટુંબીજનો અને મિત્રોને જણાવતા આનંદ થાય છે કે આજે ભગવાને અમને એક બાળકના આશીર્વાદ આપ્યા છે. અમે આ આશીર્વાદ માટે ભગવાનનો આભાર માનીએ છીએ અને અમારા બાળકનું વિશ્વમાં સ્વાગત કરીએ છીએ અને ઈચ્છીએ છીએ કે તમે અમારી પ્રાઈવસીનું સન્માન કરશો.

(1:35 pm IST)