Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

વિરાટ કોહલી-અનુષ્કા શર્મા ઓસ્ટ્રેલિયામાં બાળકને જન્મ આપેઃ ક્લોઇ અમાન્દા

વિરાટ કોહલીને ઓસ્ટ્રેલિયાની મહિલા એન્કરની સલાહ : ...તો ભવિષ્યમાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેન મળશે, મીમમાં અમાન્દાએ ફિલ્મ હેરાફેરીના પરેશ રાવલનો ડાયલોગ આપ્યો

મેલબોર્ન, તા. ૨૫ : ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા ટુંક સમયમાં માતા-પિતા બનવા જઈ રહ્યા છે. અનુષ્કા શર્માની ડિલિવરી જાન્યુઆરીમાં થવાની છે. વિરાટ કોહલી પત્ની સાથે સમય ગાળવા ભારત પરત ફરી રહ્યો છે.

જોકે કોહલીનો આ નિર્ણય કેટલાક લોકોને સ્વીકાર્ય નથી, જ્યારે કેટલાક તેમને વિચિત્ર સલાહ આપી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાની એક્નર પણ આવી જ કેટલીક વિચિત્ર સલાહ આપી હતી

ઓસ્ટ્રેલિયાની મહિલા એક્નરે વિરાટ કોહલીને વિચિત્ર સલાહ આપી હતી

ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટની એક્નર ક્લોઇ અમાન્દા બેલીએ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને સલાહ આપી છે કે તે ઓસ્ટ્રેલિયામાં બાળકને જન્મ આપે જેથી ભવિષ્યમાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેન મળે. મીમમાં અમાન્દાએ બોલિવૂડ ફિલ્મ હેરાફેરીના અભિનેતા પરેશ રાવલનો ડાયલોગ આપ્યો છે.

એડિલેડ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો. બીજી ઇનિંગ્સમાં વિરાટ કોહલી માત્ર ૩૬ રન બનાવીને આઉટ થયો હતો. ટીમ ઇન્ડિયા સિરીઝ ૦-૧ પાછળ છે અને વિરાટ કોહલી પેટરનીટી રજા હેઠળ ભારત પરત ફરી ગયો છે, જેના પર કેટલાક લોકોએ સવાલો ઉભા કર્યા છે.

પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન સુનિલ ગાવસ્કરે બીસીસીઆઈ પર સવાલ ઉઠાવતા કહ્યું કે પેટરનીટી રજાના મુદ્દે તે ભેદભાવ રાખે છે. ગાવસ્કર કહે છે કે ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર નટરાજન આઈપીએલ દરમિયાન જ પિતા બન્યા હતા, પરંતુ ટીમ ઈન્ડિયા તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર લઈ ગઇ હતી.

(7:42 pm IST)