Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

પૃથ્વી તેના શરીરથી દુર રહીને શોટ ફટકારતો હોય તેના આઉટ થવાના ચાન્સ વધી જાય છેઃ સચિન

ટીમ ઇન્ડીયાના ઓપનર બેટ્સમેન પૃથ્વી શો પાછળના કેટલાક સમય થી પોતાના ખરાબ ફોર્મને લઇને આલોચનાઓનો શિકાર થઇ રહ્યો છે. બોર્ડર-ગાવાસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચમાં પૃથ્વી શુન્ય અને ચાર રનની પારી રમી શકયો હતો.

 માસ્ટર બ્લાસ્ટ સચિન તેંદુલકરે  બતાવ્યુ કે પૃથ્વીથી કયાંક ચુક રહી જાય છે. ૨૧ વર્ષીય શોએ ટેસ્ટ કેરીયરની શાનદાર શરુઆત કરી હતી. જોકે આમ લગાતાર નિષ્ફળતાને લઇને પ્લેઇંગ ઇલેવનમાંથી તેની જગ્યા છિનવાઇ શકે છે. શોની જગ્યા શુભમન ગીલને મોકો મળી શકે છે તેવી ચર્ચાઓ પણ સતત વર્તાઇ રહી છે. તેંડુલકરે કહયું હતુ કે, ટેકનીકલી રીતે પૃથ્વી શો કયા ભૂલ કરે છે.  પૃથ્વી ટેલેન્ટેડ ખેલાડી છે. પરંતુ હાલના સમયમાં મને એમ લાગી રહ્યુ છે કે, તેના હાથ તેના શરીરથી દુર રહીને શોટ રમી રહ્યો છે. એટલે જ જયારે બોલ જયારે ઝડપ થી બહાર જાય છે, ત્યારે તેનો આઉટ થવાનો ચાન્સ વધી જાય છે. રમત દરમ્યાન તેના હાથ તેના શરીર પાસે હોવા જોઇએ.

(2:53 pm IST)