Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

શ્રીલંકાને ક્લીન સ્વીપનો ભારતને ફાયદો :આઈસીસી ટી-20 રેકિંગમાં બીજા સ્થાને પહોંચ્યું

ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝને રેન્કિંગમાં પાછળ છોડી પાંચમાંથી બીજું સ્થાન મેળવ્યું

 

નવી દિલ્હી ;તાજેતરમાં શ્રીલંકા વિરૂદ્ધ 3 મેચોની ટી20 સીરિઝમાં ક્લિન સ્વીપનો ફાયદો ભારતને મળ્યો છે આઇસીસી દ્વારા જાહેર કરાયેલા ટી20 રેન્કિંગમાં ભારત બીજા સ્થાને પહોંચ્યું છે ભારતે શ્રીલંકાને વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી સીરિઝની ત્રીજી અને ફાઇનલ ટી20માં 5 વિકેટથી હરાવ્યું હતું અને સીરિઝ 3-0થી પોતાના નામે કરી હતી.ભારતે જીતથી 2 રેન્ક મેળવ્યા હતા અને હવે તેનો રેટિંગ પોઇન્ટ 119થી 121 થઇ ગયો છે. ટીમ ઇન્ડિયાએ 2 રેન્ક મેળવીને ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝને રેન્કિંગમાં પાછળ છોડીને પાંચમાંથી બીજું સ્થાન મેળવ્યું છે.

(12:48 am IST)