Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સીરીઝનું નામ હશે 'ફ્રિડમ સિરીઝ'

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનઃ પ્રવેશ સમયે ભારતે મદદ કરેલી

મુંબઈ : આગામી મહિને ભારત અને દ. આફ્રિકાની ટીમ વચ્ચે રમાનાર ત્રણ ટેસ્ટ મેચની સિરીઝનું નામ હશે ''ફ્રીડમ સીરીઝ''. રંગભેદની નીતિના કારણે બરતરફ કરાયા બાદ દક્ષિણ આફ્રિકાના ૧૯૯૧માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનઃ પ્રવેશ કરવામાં મદદરૂપ બનેલ ભારતના મુખ્ય પ્રયાસનો આભાર માનવાના હેતુથી આ સિરીઝનું નામ અપાયાનું જણાવાયુ છે. પાંચમી જાન્યુઆરીએ કેપટાઉન ખાતે પ્રથમ ટેસ્ટ, ૧૩મી જાન્યુ.એ સેન્ચ્યુરીયન પાર્ક ખાતે અને ૨૪મીએ જોહનીસબર્ગ ખાતે ત્રીજો ટેસ્ટ રમાશે.

(12:10 pm IST)