Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

ગાંગુલીએ 135 દિવસમાં લગભગ 22 વખત કોરોના ટેસ્ટ કરાવ્યો

એક પણ વાર પોઝિટીવ આવ્યો નથી: આસપાસના લોકો કોવિડ-19 પોઝિટીવ મળ્યા

મુંબઈ : સૌરવ ગાંગુલીએ પાછળના કેટલાક મહિના દરમ્યાન ખુબ વ્યસ્ત રહ્યા છે. આવામાં તેમણે ઘણીવાર કોરોના વાયરસ ને લઇ  પરીક્ષણ કરાવ્યા છે. ગાંગુલીએ ખુલાસો કર્યો હતો કે મહામારી ના વચ્ચે તેમણે પાછળના સાડા ચાર મહિનામાં લગભગ 22 વખત કોરોના અંગેનુ પરીક્ષણ કરાવ્યુ હતુ. ગાંગુલી મધ્ય સપ્ટેમ્બર થી નવેમ્બરની શરુઆતમાં સંયુક્ત આરબ અમિરાતમાં, ઇન્ડિયન પ્રિમીયર લીગના આયોજનને લઇને વ્યસ્ત હતા.

 ગાંગુલીએ વર્ચ્યુઅલ મિડીયા કોન્ફરન્સમાં લિવિંગાર્ડ એજી ના બ્રાન્ડ દુતના સ્વરુપે કહ્યુ હતુ કે, હું આપને બતાવી દઉ કે પાછળના સાડા ચાર મહિનામાં 22 વાર કોવીડ-19 ની તપાસ કરાવી છે. અને એક પણ વાર પોઝિટીવ આવ્યો નથી. મારી આસપાસના લોકો કોવિડ-19 પોઝિટીવ મળ્યા હતા. એટલા માટે કદાચ મારે કોવિડ-19 ના ટેસ્ટ કરાવવા પડ્યા હતા. હું પોતાના વૃદ્ધ માતા અને પિતા સાથે રહુ છુ અને મે દુબઇની યાત્રા કરી છે. શરુઆતમાં ખુબ ચિંતા હતી, પોતાના માટે નહી પરંતુ સમુદાય માટે. આપ કોઇને સંક્રમિત નથી કરવા

(1:41 pm IST)