Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

ઇંગ્લેંડ ચાર ટેસ્ટ મેચ, ત્રણ વન ડે મેચ અને પાંચ ટી-20 મેચ ની સીરીઝને ભારત પ્રવાસમાં રમશે

એક ટેસ્ટમેચ ઓછી કરાઈ અને બે ટી-20 વધારી દેવાઈ

મુંબઈ : બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આગામી વર્ષે ઇંગ્લેંડની ટીમ ભારત પ્રવાસ પર આવવા અંગે અપડેટ આપી હતી. તેમણે બતાવ્યુ હતુ કે ઇંગ્લેંડ ચાર ટેસ્ટ મેચ, ત્રણ વન ડે મેચ તેમજ પાંચ ટી-20 મેચ ની સીરીઝને ભારત પ્રવાસ દરમ્યાન રમશે. પહેલા ઇંગ્લેંડ પાંચ ટેસ્ટ અને ત્રણ ટી-20 મેચ રમનાર હતી. પરંતુ હવે એક ટેસ્ટ ઓછી કરી દેવામાં આવી છે અને બે ટી-20 મેચને વધારી દેવામાં આ છે

 . આગલા વર્ષે ભારતમાં થનારા ટી-20 વર્લ્ડ કપને જોતા ટી-20 મેચોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. આ દરમ્યાન ટેસ્ટ સીરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન્સશીપનો હિસ્સો હશે. પહેલા વન ડે અને ટી-20 સીરીઝ બાદ સપ્ટેમ્બર 2020માં તનારી હતી પરંતુ કોરોના મહામારીને લઇને તે કાર્યક્રમ સ્થગીત કરાયો હતો.

  ગાંગુલીએ એક વર્ચ્યુઅલ મિડીયા કોન્ફરન્સ દ્રારા આ અંગે જાણકારી આપતા બતાવ્યુ હતુ. ગાંગુલીએ કહ્યુ હતુ, અમારા ઘરેલુ સત્ર ખુબ જલ્દી શરુ થનારુ છે. ઇંગ્લેંડ ચાર ટેસ્ટ મેચ, ત્રણ વન-ડે, અને પાંચ ટી-20 મેચ માટે ભારત પ્રવાસ કરી રહ્યુ છે. દ્રીપક્ષીય શ્રૃંખલાનુ આયોજન કરવુ આસાન હોય છે, કારણ કે તમાં લોકોની સંખ્યા ઓછી હોય છે. જ્યારે આ આઠ ટીમો કે દશ ટીમો વચ્ચે સીરીઝ હોય તો ખૂબ મુશ્કેલ બની જાય છે. અમે પરિસ્થિતીયોનુ આંકલન કરી રહ્યા હોઇએ છીએ, કારણ કે ઘણાં બધા લોકો કોરોના વેવના બીજા તબક્કાના અંગે કહેતા હોય છે

(1:39 pm IST)