Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

માઉન્ટ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ પર ઇનિગ્સ-૬૫ રને ભવ્ય જીત

ઇંગ્લેન્ડની ટીમ ૧૯૭ રન બનાવી ઓલઆઉટ : પાંચમાં અને અંતિમ દિવસે ઇંગ્લેન્ડની ટીમ ફ્લોપ પુરવાર

માઉન્ટ, તા. ૨૫ : માઉન્ટ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચના પાંચમા અને અંતિમ દિવે યજમાન ન્યુઝીલેન્ડે ઇગ્લેન્ડ પર એક ઇનિગ્સ અને ૬૫ રને જીત મેળવીને શ્રેણીમાં ૧-૦ની મહત્વપૂર્ણ લીડ મેળવી હતી. આજે પાંચમાં દિવસે ઇંગ્લેન્ડની ટીમ મેદાનમાં વધારે સમય સુધી ટકી શકી ન હતી. સંપૂર્ણ ટીમ ૧૯૭ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ઇંગ્લેન્ડના કોઇ બેટ્સમેન ટકી શક્યા ન હતા. ન્યુઝીલેન્ડ તરફથી વાગનરે ૪૪ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડ તરફથી ડેનલીએ સૌથી વધારે ૩૫ રન કર્યા હતા. લાંબી ભાગીદારી ન થતા પ્રવાસી ટીમ હારી ગઇ હતી. અગાઉ ચોથા દિવસે વેટલિંગ અને સેન્ટનર વચ્ચે રેકોર્ડ ભાગીદારીની મદદથી ન્યૂઝીલેન્ડે ઈગ્લેન્ડ પર મજબુત સ્થિતિ મેળવી લીધી હતી.

          ચોથા દિવસે ન્યૂઝીલેન્ડ તરફથી વેટલિંગે બેવડી સદી ફટકારી હતી. જ્યારે સેન્ટનરે ૧૨૬ રન બનાવ્યા હતા. આ બંનેએ સાતમી વિકેટની ભાગીદારીમાં ૨૬૧ રન બનાવ્યા હતા. જે એક રેકોર્ડ છે. બંનેની જોરદાર બેટિંગના લીધે ન્યૂઝીલેન્ડે પ્રવાસી ટીમ ઉપર જંગી લીડ મેળવી હતી. ચોથા દિવસે રમત બંધ રહી ત્યારે ઇગ્લેન્ડે તેના બીજા દાવમાં ત્રણ વિકેટે ૫૫ રન બનાવ્યા હતા. આજે પાંચમા અને અંતિમ દિવસે આગળ રમતા ઈગ્લેન્ડની ટીમ ૧૯૭ રન કરીને આઉટ થઇ ગઇ હતી.  માઉન્ટ ખાતે રમાઈ રહેલી આ ટેસ્ટ મેચમાં મેચ રેફરી તરીકેની ભૂમિકામાં ભારતના પૂર્વ ખેલાડી જવાગલ શ્રીનાથની પસંદગી કરવામાં આવેલી છે. વેટલિંગે ધરખમ બેટિંગ જારી રાખી હતી અને બેવડી સદી ફટકારી હતી. વેટલિંગે ૨૪ ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૨૦૫ રન બનાવ્યા હતા.

            જ્યારે સેન્ટનરે પણ ૧૨૬ રન બનાવ્યા હતા. આ બંને બેટ્સમેનોએ સાતમી વિકેટની ભાગીદારીમાં ૨૬૧ રન ઉમેર્યા હતા. સેન્ટનરે ૧૧ ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે આ રન બનાવ્યા હતા. તે પહેલા ઇંગ્લેન્ડની ટીમ ૩૫૩ રન કરી ઓલઆઉટ થઇ ગઈ હતી. ન્યુઝીલેન્ડ તરફથી સાઉથીએ ૮૮ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી જ્યારે વાગનરે ૩ વિકેટ ઝડપી હતી. સેન્ટનરે ૫૩ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. બોલ્ટે માત્ર છ ઓવર બોલિંગ કરી હતી. આ શ્રેણીમાં બોલ્ટ હજુ સુધી કોઇ ખાસ અસર છોડી શક્યો નથી. તે ફ્લોપ રહેતા નિરાશા છે.

વાગનરે તરખાટ મચાવ્યો

માઉન્ટ, તા. ૨૫ : માઉન્ટ ખાતે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં પાંચમાં અને અંતિમ દિવસે ન્યુઝીલેન્ડ તરફથી વાગનરે તરખાટ મચાવ્યો હતો. તે પાંચ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.

વાગનર

ઓવર......................................................... ૧૯.૨

મેઇડન............................................................ ૦૬

રન................................................................. ૪૪

વિકેટ.............................................................. ૦૫

ઇકોનોમિક................................................... ૨.૨૭

સ્કોરબોર્ડ : માઉન્ટ ટેસ્ટ

ઇંગ્લેન્ડ પ્રથમ દાવ : ૩૫૩

ન્યુઝીલેન્ડ પ્રથમ દાવ : 

 રાવલ

 કો. ડેન્લે બો. લીચ

 ૧૯

 લાથમ

 એલબી. બો. કુરેન

 ૦૮

 વિલિયમસન

 કો. સ્ટોક બો. કુરેન

 ૫૧

 ટેલર

 કો. પોપ બો. સ્ટોક

 ૨૫

 નિકોલસ

 એલબી બો. રૂટ

 ૪૧

 વેટલિંગ

 કો. બટલર બો. આર્ચર

 ૨૦૫

 ગ્રાન્ડહોમ

 કો. સીબલે બો. સ્ટોક્સ

 ૬૫

 સેન્ટનર

 કો. પોપ બો. કુરેન

 ૧૨૬

 સાઉથી

 કો. એન્ડ બો. લીચ

 ૦૯

 વાગનર

 અણનમ

 ૧૧

 બોલ્ટ

 અણનમ

 ૦૧

 વધારાના

 

 ૫૪

કુલ              (૨૦૧ ઓવરમાં ૯ વિકેટે ડિક) ૬૧૫

પતન  : ૧-૧૮, ૨-૭૨, ૩-૧૦૬, ૪-૧૨૭,૫-૧૯૭, ૬-૩૧૬, ૭-૫૭૭, ૮-૫૯૮, ૯-૬૦૩.

બોલિંગ : બ્રોડ : ૩૩-૧૩-૬૪-૦, આર્ચર : ૪૨-૧૫-૧૦૭-૧, કુરેન : ૩૫-૭-૧૧૯-૩, લીચ : ૪૭-૭-૧૫૩-૨, સ્ટોક્સ : ૨૬-૫-૭૪-૨, રુટ : ૧૮-૩-૬૭-૧

ઇંગ્લેન્ડ બીજો દાવ :

 બર્ન્સ

 કો. ગ્રાન્ડહોમ બો. સેન્ટનર

 ૩૧

 સિબ્લે

 કો. વેટલિંગ બો. સેન્ટનર

 ૧૨

 ડેન્લી

 કો. વેટલિંગ બો. વાગનર

 ૩૫

 લીચ

 કો. લાથમ બો. સેન્ટનર

 ૦૦

 રુટ

 કો. લાથમ બો. ગ્રાન્ડહોમ

 ૧૧

 સ્ટોક્સ

 બો. સાઉથી

 ૨૮

 પોપ

 કો. સેન્ટનર બો. વાગનર

 ૦૬

 બટલર

 બો. વાગનર

 ૦૦

 કુરેન

 અણનમ

 ૨૯

 આર્ચર

 કો. હેનરી બો. વાગનર

 ૩૦

 બ્રોડ

 એલબી બો. વાગનર

 ૦૦

 વધારાના

 

 ૧૫

 કુલ

 (૯૬.૨ ઓવરમાં ૩ વિકેટ)

 ૧૯૭

પતન  : ૧-૪૮, ૨-૫૩, ૩-૫૫, ૪-૬૯, ૫-૧૨૧, ૬-૧૩૨, ૭-૧૩૩, ૮-૧૩૮, ૯-૧૯૭, ૧૦-૧૯૭.

બોલિંગ : સાઉથી : ૨૦-૪-૬૦-૧, બોલ્ટ : ૬-૪-૬-૦, ગ્રાન્ડહોમ : ૧૦-૩-૧૫-૧, સેન્ટનર : ૪૦-૧૯-૫૩-૩, વાગનર : ૧૯.૨-૬-૪૪-૫, વિલિયમસન : ૧-૦-૬-૦

(7:20 pm IST)