Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

વિરાટની વિરાટ સિદ્ધિ: બન્યો દુનિયાનો પાંચો સૌથી સફળ કેપ્ટન

નવી દિલ્હી:  સફળતાના રથ પર બેઠેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયાની એલેન બોર્ડરને પાછળ છોડી વિશ્વનો પાંચમો સૌથી સફળ કેપ્ટન બન્યો છે. નામ તેની કેપ્ટનશીપ હેઠળ 53 મેચોમાં વિરાટની આ 33 મી જીત છે અને તે સાથે તેણે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ કેપ્ટન એલેન બોર્ડરને પાછળ છોડી દીધી છે.  બોર્ડરે 1984-94 વચ્ચે 94 ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની કપ્તાની કરી અને 32 ટેસ્ટ જીતી હતી. કપ્તાનીમાં સૌથી વધુ ટેસ્ટ જીતવાના મામલામાં વિરાટની આગળ વેસ્ટઇનઇડીઝનો ક્લાઈવ લોય્ડ (36 ટેસ્ટ જીતી), ઓસ્ટ્રેલિયાના સ્ટીવ વો (41) અને રિકી પોન્ટિંગ(48) અને સાઉથ આફ્રિકાના ગ્રીમ સ્મિથ (53) નોંધાયેલ છે.

(5:36 pm IST)