Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

આરસીબીના કેપ્‍ટન સામે વધુ એક મુશ્‍કેલીઃ કિંગ્‍સ ઇલેવન પંજાબ સામેની મેચમાં સ્‍લો ઓવરરેટ માટે ફટકારાયો 12 લાખનો દંડ

દુબઇ: આરસીબી (RCB) ટીમના કેપ્ટન વિરાટ કોહલી પર કિંગ્સ ઈલેવન પંજાબ સામે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020 મેચ દરમિયાન સ્લો ઓવર રેટ માટે 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ગુરૂવારના રમાયેલી આ મેચમાં બેંગ્લોરની ટીમને 97 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની પ્રેસ રિલીઝ અનુસાર આઇપીએલની ન્યૂનતમ ઓવર સ્પીડ ઉલ્લંઘનથી સંબંધિત આચાર સંહિતાના અંતર્ગત તેની ટીમને આ સીઝનનું પહેલું ઉલ્લંઘન હતું, કોહલીને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કિંગ્સ ઈલેવન પંજાબે તેમની બોલિંગ દરમિયાન ઘણી ફોર-સિક્સ મારી જેના કારણે તેમની બેટિંગ 1 કલાક 51 મિનિટ સુધી ચાલી અને તેનું નુકસાન વિરાટ કોહલીને ભોગવવું પડ્યું.

વિરાટ કોહલી માટે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચ ભૂલી જવા જેવી હતી કારણ કે, કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી સદી ફટકારનાર કેપ્ટન કેએલ રાહુલ (69 બોલમાં 132 રન)ના 2 કેચ પણ ચોડ્યા હતા. જે તેની ટીમ માટે ભારે સાબિત થયા અને તે બેટિંગમાં પણ સારૂ પ્રદર્શન કરી શક્યો નહીં. કોલહીએ રાહુલના કેચ ત્યારે છોડ્યા જ્યારે તે 83 રન અને 89 રન પર રમી રહ્યો હતો.

(5:17 pm IST)