Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

વિશ્વ ટિમ સ્નૂકર ચેમ્પિયનશિપ: આડવાણી-મેહરાની જોડી ફાઇનલમાં પહોંચી

નવી દિલ્હી: પંકજ આડવાણી અને આદિત્ય મેહરાની ભારતીય જોડીએ બુધવારના રોજ થાઈલેન્ડની જોડીની વિરુદ્ધ 4-1થી આસાનીથી જીતની સાથે  આઈબીએસએફ વિશ્વ ટિમ સ્નૂકર ચેમ્પિયનશિપના ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગની જોડીની વિરુદ્ધ જીત પછી ભારતીય જોડીએ સેમિફાઇનલમાં પણ  થનાવત તિરાપોગપેયબુન અને ક્રીતસાનુત લેટસતાયથનની થાઈલેન્ડની જોડીને વિરુદ્ધ દબદબો બનાવી રાખ્યો હતો.

        આડવાણી અને મહેરાને થાઈલેંડની જોડી વિરુદ્ધ 4-1ની જીત દરમ્યાન વધારે પરસેવો નહોતો વહાવો પડ્યો બુધવારના જ થનાર  ફાઇનલમાં અડવાણી અને મહેરનો સામનો થાઈલેન્ડની બીજા નમ્બની ટીમથી થશે જો આડવાણી ફાઇનલમાં જીત મેળવે છે તો તેમના વિશ્વ ચેમ્પિયનશિપ સવર્ણ પદકોની સંખ્યા 23ની બની જશે અને મહેરાનું આ પ્રથમ વિશ્વ ખિતાબ હશે.

(6:47 pm IST)