Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

બોકિસંગ રિંગમાં ઘટી દુર્ઘટનાઃ બોકસરે એવો પંચ માર્યો કે પ્રતિર્સ્પધીએ ત્યાં જ જીવ ગુમાવ્યો

બુલ્ગારીયામાં પિત્રાઇ ભાઇના લાયસન્સ ઉપર રમી રહેલ બોકસર રિંગમાં જ મૃત્યુ પામ્યો

બુલ્ગારિયા, તા.૨૫: રમતની દુનિયામાં અનેકવાર ઘણી દુર્ઘટનાઓ સર્જાય છે.જેના કારણે  કેટલાક ખેલાડીઓ ફિલ્ડમાંજ પોતાનો જીવ ગુમાવે છે. આવું જ તમે ક્રિકેટના મેદાન પર પણ જોઇ ચૂક્યા છો. ક્રિકેટના મેદાન પર ક્યારેક કોઈ બોલ વિલન બની જાય છે. તો ક્યારેક બોક્સિંગમાં પણ આવું જોવા મળે છે. પરતું હાલમાં જ બોક્સિંગરિંગમાં એક એવી દુર્ઘટના સર્જાઇ જેના કારણે મેનેજમેન્ટ ઉપર પણ સવાલ ઊભા થઇ રહ્યા છે. એક  પ્રોફેશનલ ફાઇટમાં ઈજાગ્રસ્ત થયા બાદ એક બોકસરને પોતાના જીવથી હાથ ધોવા પડયો, પરંતુ મોત બાદ ખુલાસો થયોછે કે જે નામના બૉક્સરનું મોત થયું છેએ તો જીવતો છે અને જેને દુનિયાએ અલવિદા કહી,તે તેના લાઇસન્સ પર રમી રહેલો તેનો ભાઈ હતો.બુલ્ગારિયામાં એક પ્રોફેશનલ ફાઇટમાં ઈજાગ્રસ્ત થયા બાદ બોરિસનામના એક બોક્સરે દુનિયાને અલવિદા કહી દીધું.તેના મોત બાદ તેના પિતરાઈ ભાઈ ઇસ્સે ખુલાસોકર્યો કે બોરિસ એક વર્ષથી તેના લાઇસન્સ પર રમી રહ્યો હતો.બોરિસફૅધરવેટમાં આ'દટ મુરજાની વિરુદ્ધ  રિંગમાં ઉતર્યો હતો. બંને વચ્ચે મુકાબલો શરૂ થયો અને થોડીક જ વારબાદ મુરજાએ ડાબો જૈબ માર્યો.બોરિસ પોતાના કોર્નર પર આવતાં-આવતાં લથડી ગયો અને દોરડાથી ટકરાઈને પડી ગયો. મેડિકલ સ્ટાફ તેને ભાનમાં લાવવાના તમામ પ્રયાસ કર્યા. ત્યારબાદ  તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને  મૃત ઘોષિત કર્યો હતો.

(3:53 pm IST)