Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ધોનીના ભવિષ્ય પર ચર્ચા ન કરી શકાય, એ નિર્ણય માત્ર તેનો છે : યુવરાજસિંહ

ધોની બનવા માટે વર્ષો લાગી જાય અને પંતને હજુ ઘણુ આગળ જવાનુ છે

નવી દિલ્હી : છેલ્લા કેટલાક સમયથી મહેન્દ્રસિંહ ધોનીના રીટાયરમેન્ટ વિશે ચર્ચા ચાલી રહી છે છતાં ધોની પાસેથી કોઈ સત્તાવાર પ્રતિસાદ આપવામાં નથી આવ્યો. ધોનીના રીટાયરમેન્ટ વિશે યુવરાજસિંહે પોતાના વિચાર વ્યકત કરતાં કહ્યું હતું કે ધોનીના ભવિષ્ય પર આપણે નિર્ણય ન કરી શકીએ. એ સંદર્ભનો નિર્ણય માત્ર તેનો છે.

મહેન્દ્રસિંહ ધોની સાથે અનેક વાર મેદાનમાં રમી ચૂકેલા ધોનીના રિટાયરમેન્ટ પર યુવરાજે કહ્યું હતું કે મારા ખ્યાલથી તેના રીટાયરમેન્ટ પર આપણે વાત કરવી યોગ્ય નથી. એ માણસે ભારતીય ક્રિકેટ માટે ઘણુ યોગદાન આપ્યુ છે અને તે ઈન્ડિયન ક્રિકેટ ટીમના સફળ કેપ્ટનમાનો એક છે. મારા મતે રીટાયરમેન્ટ લેવી કે ન લેવી એ તેનો અંગત નિર્ણય છે. જો તેને હજુ રમવુ હોય તો આપણે તેના નિર્ણયને સ્વીકારવો જોઈએ.

આ ઉપરાંત ધોની અને રિષભ પંતની સરખામણી વિશે પણ યુવરાજે કહ્યું હતું કે ધોની અને પંતની સરખામણી ન કરી શકાય કેમ કે ધોની બનવા માટે વર્ષો લાગી જાય છે અને પંતને હજુ ઘણુ આગળ જવાનુ છે.

(1:01 pm IST)