Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ટી-૨૦ ત્રિકોણીય સીરીઝ: બાંગ્લાદેશ-અફઘાનિસ્તાનની ફાઇનલ મેચ વરસાદના કારણે કેન્સલ : બંને ટીમ સંયુક્ત વિજેતા જાહેર

બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાને લીગ સ્ટેજમાં ચાર-ચાર મેચમાં ક્રમશ: ત્રણ અને બે જીત પ્રાપ્ત કરી હતી

મીરપુરમાં બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની વચ્ચે ટી-૨૦ ત્રિકોણીય સીરીઝની ફાઈનલ મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ, જેના કારણે બંને ટીમ સંયુક્ત વિજેતા રહી હતી. ફાઈનલ મેચમાં વરસાદ અને ભીની આઉટફિલ્ડે મેચ કરાવવાની કોઈ તક આપી નહોતી અને અંતે અમ્પાયરોએ લગબગ ૩ કલાક બાદ મેચને રદ કરી દીધી હતી.

બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાને લીગ સ્ટેજમાં ચાર-ચાર મેચમાં ક્રમશ: ત્રણ અને બે જીત પ્રાપ્ત કરી હતી અને ફાઈનલમાં જગ્યા બનાવી હતી. ટુર્નામેન્ટની ત્રીજી ટીમ ઝિમ્બાબ્વે ચારમાંથી માત્ર એક મેચમાં જ જીત પ્રાપ્ત કરી શકી હતી. પ્રથમ મેચમાં ઝિમ્બાબ્વેને હરાવ્યા બાદ બાંગ્લાદેશને આગામી મેચમાં અફઘાનિસ્તાને હરાવ્યું, પરંતુ ત્યાર બાદ યજમાન ટીમે શાનદાર વાપસી કરી અને આગામી બંને મેચમાં જીત પ્રાપ્ત કરી હતી.

અફઘાનિસ્તાને પ્રથમ બંને મેચમાં ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશને હરાવ્યું હતું, પરંતુ ત્યાર બાદ આગામી બે મેચમાં તેમને બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વેથી હારનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં તો પણ ચાર પોઈન્ટ સાથે ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ હતી

ઝિમ્બાબ્વેના કેપ્ટન હેમિલ્ટન મસાકાદ્ઝાની અંતિમ સીરીઝ હતી અને તેમને અફઘાનિસ્તાને રહમાનુલ્લાહ ગુરબાજની સાથે ટુર્નામેન્ટમાં સૌથી વધુ ૧૩૩ રન બનાવ્યા હતા. બોલિંગમાં અફઘાનિસ્તાનના મુજીબ ઉર રહેમાન અને બાંગ્લાદેશના મોહમ્મદ સૈફુદ્દીને સાત-સાત વિકટ લીધી હતી.

બાંગ્લાદેશ તરફથી મહમુદુલ્લાહે સૌથી વધુ ૧૨૬ રન બનાવ્યા, જ્યારે ઝિમ્બાબ્વે તરફથી સૌથી વધુ ૬-૬ વિકેટ ક્રીસ એમપોકુ અને કાઈલ જાર્વિસે લીધી હતી. રહમાનુલ્લાહ ગુરબાજે તેમની શાનદાર બેટિંગ માટે મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કર્યા હતા.

(12:55 pm IST)