Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

ફિફા એવોર્ડમાં મોડ્રિચ બન્યો દુનિયાનો શ્રેષ્ઠ ફૂટબોલર

નવી દિલ્હી:ફીફા એવોર્ડ સમારોહમાં લાયોનલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની 10 વર્ષની બાદશાહતને સમાપ્ત કરીને ક્રોએશિયાનો લુકા મોડ્રિચ દુનિયાનો શ્રેષ્ઠ ફૂટબોલર બની ગયો છે. 22 વર્ષના મોડ્રિચને ફીફાએ વર્ષ 2018નો સર્વશ્રેષ્ઠ ફૂટબોલર પસંદ કર્યો છે. સોમવારે મોડી રાત્રે લંડનમાં આયોજિત સમારોહમાં તેનું સન્માન કરાયું હતું.

2009-17 સુધી માત્ર મેસ્સી અને રોનાલ્ડો
છેલ્લા 10 વર્ષમાં આ પ્રથમ વખત આર્જેન્ટીનાના મેસ્સી કે પોર્ટુગલના રોનાલ્ડોને આ એવોર્ડ મળ્યો નથી. 2007માં બ્રાઝીલનો 'કાકા' ફીફા પ્લેયર ઓફ ધ યર પસંદ થયો હતો. ત્યાર બાદ મેસ્સીએ (2009, 2010, 2011, 2012, 2015) અને રોનાલ્ડોએ (2008, 2013, 2014, 2016, 2017) પાંચ-પાંચ વખત આ એવોર્ડ જીત્યો હતો.

વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યું હતું ક્રોએશિયા 
લુકા મોડ્રિચ ક્રોએશિયાનો પ્રથમ ખેલાડી છે, જેને દુનિયાનો શ્રેષ્ઠ ફૂટબોલર પસંદ કરાયો છે. 

 

(6:38 pm IST)