Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

યૂએસ ઓપન : મહિલા વિજેતા

ઓસાકા વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં છે

ન્યૂયોર્ક, તા. ૨૫ : કરોડો ટેનિસ પ્રેમીઓ જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે તે યુએસ ટેનિસ ચેમ્પિયનશીપની આવતીકાલે શરૂઆત થઇ રહી છે. આ વખતે યુએસ ઓપન ટેનિસમાં રાફેલ નડાલ, રોજર ફેડરર અને નોવાક જોકોવિક તથા મહિલા વર્ગમાં સેરેના વિલિયમ્સ, શારાપોવા, ઓસાકા વચ્ચે મુખ્ય સ્પર્ધા જોવા મળનાર છે.જેથી આ વખતની સ્પર્ધા ખુબ જ રોમાંચક દેખાઈ રહી છે. યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં વર્ષ ૨૦૦૦ બાદથી મહિલા સિંગલ્સ વિજેતાની યાદી નીચે મુજબ છે.

*      વર્ષ ૨૦૦૦માં અમેરિકાની વિનસ વિલિયમે અમેરિકાની જ ડેવેનપોર્ટ પર ૬-૪, ૭-૫થી જીત

*      વર્ષ ૨૦૦૧માં અમેરિકાના વિનસ વિલિયમે અમેરિકાની જ સેલિના વિલિયમ ઉપર ૬-૨, ૬-૪થી જીત મેળવી

*      વર્ષ ૨૦૦૨માં અમેરિકાની સેરેના વિલિયમે વિનસ વિલિયમ      ઉપર ૬-૪, ૬-૩થી જીત મેળવી

*      વર્ષ ૨૦૦૩માં બેલ્જિયમની હેનીને બેલ્જિયમની જ કિમ ક્લીત્ઝર્સ ઉપર ૭-૫, ૬-૨થી જીત મેળવી

*      વર્ષ ૨૦૦૪માં રશિયાની કુજનેત્સોવાએ રશિયાની જ ડેમેનટીવા ઉપર ૬-૩, ૭-૫થી જીત મેળવી

*      વર્ષ ૨૦૦૫માં બેલ્જિયમની ક્લીત્ઝર્સે ફ્રાન્સની મેરીપીયર્સ ઉપર ૬-૩, ૬-૧થી જીત મેળવી

*      વર્ષ ૨૦૦૬માં રશિયાની શારાપોવાએ બેલ્જિયમની હેનીની ઉપર ૬-૪, ૬-૪થી જીત મેળવી

*      વર્ષ ૨૦૦૭માં બેલ્જિયમની હેનીને રશિયાના કુજનેત્સોવા ઉપર ૬-૧, ૬-૩થી જીત મેળવી

*      વર્ષ ૨૦૦૮માં અમેરિકાના સેરેના વિલિયમ્સે સર્બિયાની  જેનકોવીક ઉપર ૬-૪, ૭-૫થી જીત

*      વર્ષ ૨૦૦૯માં બેલ્જિયમની ક્લીત્ઝર્સે ડેનમાર્કની વોઝનિયાકી  ઉપર ૭-૫, ૬-૩થી જીત મેળવી

*      વર્ષ ૨૦૧૦માં બેલ્જિયમની ક્લીત્ઝર્સે રશિયાની ઝ્નારેવા ઉપર ૬-૨, ૬-૧થી જીત મેળવી

*      વર્ષ ૨૦૧૧માં ઓસ્ટ્રેલિયાની સ્ટોસરે સેરેના પર ૬-૨, ૬ ૩થી જીત મેળવી હતી

*      વર્ષ ૨૦૧૨માં અમેરિકાની સેરેનાએ અજારેન્કા પર ૬-૨,૨ ૬,૭-૫થી જીત મેળવી હતી

*      વર્ષ ૨૦૧૩માં અમરિકાની સેરેનાએ અજારેન્કા પર ૭-૫, ૬-૭ અને ૬ ૧થી જીત મેળવી હતી

*      ૨૦૧૪માં  અમરિકાની સેરેનાએ  વોઝનિયાંકી પર ૬-૩,૬-૩થી જીત મેળવી હતી

*      ૨૦૧૫માં પેનેટ્ટાએ રોબર્ટ વિન્સી પર ૭-૬,૬-૨થી જીત મેળવી હતી

*      ૨૦૧૬માં કાર્બરની પ્લીસકોવા પર ૬-૩,૪-૬, ૬-૪થી જીત મેળવી

*      ૨૦૧૭માં સ્ટેફાનેની કી ઉપર ૬-૩, ૬-૦થી જીત

*      ૨૦૧૮માં ઓસાકાની સેરેના વિલિયમ પર ૬-૨.૬-૪થી જીત મેળવી હતી

(8:29 pm IST)