Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

યૂએસ ઓપન : પુરુષ વિજેતા

વર્તમાન ચેમ્પિયન તરીકે નોવાક જોકોવિક છે

ન્યૂયોર્ક, તા. ૨૫ : જેની ઉત્સુકતાપૂર્વક કરોડો ટેનિસ ચાહકો રાહ જોઇ રહ્યા છે તે વર્ષની અંતિમ ગ્રાન્ડસ્લેબ યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપની  આવતીકાલથી ન્યુયોર્કના ફ્લુશિંગ મેડોસ ખાતે શરૂઆત થઇ રહી છે. ડ્રો જાહેર કરવામાં આવ્યા બાદથી ટેનિસ ચાહકોમાં ભારે ચર્ચા છે. આ વખતે બાજી કોણ મારશે તેને લઇને પણ ચર્ચા છેડાઇ ગઇ છે. વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયશીપ જીત્યા બાદ નોવાક જોકોવિકને અહીં પણ ફેવરીટ તરીકે ગણવામાં આવે છે.પુરુષોના વર્ગમાં ત્રીજા ક્રમાંકિત રોજર ફેડરરને સરળ ડ્રો મળ્યો છે. યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં ૨૦૦૦ બાદથી સિંગલ્સ વિજેતા નીચે મુજબ છે.

*      યૂએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપની આવતીકાલથી શરૂઆત થઇ રહી છે. વર્ષ ૨૦૦૦ બાદથી યૂએસ ઓપનમાં ચેમ્પિયન બનેલા ખેલાડીઓની યાદી નીચે મુજબ છે

*      વર્ષ ૨૦૦૦માં રશિયાના મેરાઠ સાફીને અમેરિકાના સામ્પ્રસ પર ૬-૪, ૬-૩થી જીત મેળવી.

*      ૨૦૦૧માં ઓસ્ટ્રેલિયાના હેવીટે અમેરિકાના સામ્પ્રસ પર ૭- ૬, ૬-૧ અને ૬-૧થી જીત મેળવી.

*      ૨૦૦૨  સામ્પ્રસે અમેરિકાના જ અગાસી ઉપર ૬-૩, ૬-૪, ૫-૭ અને ૬-૪થી જીત મેળવી.

*      વર્ષ ૨૦૦૩માં અમેરિકાના એન્ડી રોડીકે સ્પેનના ફરેરો ઉપર ૬-૩, ૭-૬, ૬-૩થી જીત મેળવી.

*      વર્ષ ૨૦૦૪માં સ્વીસના રોજર ફેડરરે ઓસ્ટ્રેલિયાના હેવીટ પર ૬-૦, ૭-૬, ૬-૦થી જીત મેળવી.

*      ૨૦૦૫માં  ફેડરરે અમેરિકાના અગાસી પર ૬- ૩, ૨-૬, ૭-૬ અને ૬-૧થી જીત મેળવી.

*      વર્ષ ૨૦૦૬માં ફેડરરે અમેરિકાના રોડીક ઉપર ૬-૨, ૬-૪, ૭-૬, અને ૬-૧થી જીત મેળવી

*      વર્ષ ૨૦૦૭માં ફેડરરે સર્બિયાના જોકોવીક ઉપર ૭-૬, ૭-૬ અને ૬-૪થી જીત મેળવી

*      વર્ષ ૨૦૦૮માં રોજર ફેડરરે બ્રિટનના મરે ઉપર ૬-૨, ૭-૫, અને ૬-૨થી જીત મેળવી

*      વર્ષ ૨૦૦૯માં આર્જેન્ટીનાના પોટ્રોએ સ્વીસ ખેલાડી ફેડરર ઉપર ૩-૬, ૭-૬, ૪-૬, ૭-૬ અને ૬-૨થી જીત મેળવી

*      વર્ષ ૨૦૧૦માં સ્પેનના નડાલે જોકોવીક ઉપર ૬-૪, ૫-૭, ૬ ૪, ૬-૨થી જીત મેળવી

*      વર્ષ ૨૦૧૧માં સર્બિયાના જોકોવિકે નડાલ પર ૬-૨,૬-૪,૬ ૭,૬-૧થી જીત મેળવી હતી

*      વર્ષ ૨૦૧૨માં બ્રિટનના મુરેએ  જોકોવિક પર ૭-૬,૭-૫,૨ ૬,૩-૬,૬-૨થી જીત ંમેળવી હતી

*      વર્ષ ૨૦૧૩માં સ્પેનના નડાલે જોકોવિક પર ૬-૨,૩-૬,૬-૪,૬-૧થી જીત મેળવી હતી.

*      વર્ષ ૨૦૧૪માં મારીન સિલિકે નિશીકોરી પર સીધા સેટોમાં ૬-૩, ૬-૩ અને ૬-૩થી જીત મેળવી

*      વર્ષ ૨૦૧૫માં જોકોવિકે ફેડરર પર ૬-૪, ૫-૭, ૬-૪, ૬-૪થી જીત મેળવી હતી

*      વર્ષ ૨૦૧૬માં વાવરિન્કાએ જોકોવિક પર ૬-૭,૬-૪,૭-૫,૬-૩થી જીત મેળવી

*      વર્ષ ૨૦૧૭માં રાફેલ નડાલે એન્ડરસન ઉપર ૬-૩, ૬-૩, ૬-૪થી જીત મેળવી

*      વર્ષ ૨૦૧૮માં જોકોવિકે ડેલ પોટ્રો પર ૬-૩, ૭-૬ અને ૬-૩થી જીત મેળવી હતી

(8:28 pm IST)