Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

યુએસ ઓપન ચેમ્પિયનશીપ આવતીકાલથી શરૂ : ચાહકો ઉત્સુક

નડાલ, જોકોવિક અને ફેડરર પર તમામની નજર :મહિલા વર્ગમાં ઓસાકા વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે : નવી ખેલાડી શરૂથી મોટા અપસેટ સર્જવા સજ્જ

ન્યુયોર્ક, તા. ૨૩ : જેની ઉત્સુકતાપૂર્વક કરોડો ટેનિસ ચાહકો રાહ જોઇ રહ્યા છે તે વર્ષની અંતિમ ગ્રાન્ડસ્લેબ યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપની  આવતીકાલથી ન્યુયોર્કના ફ્લુશિંગ મેડોસ ખાતે શરૂઆત થઇ રહી છે. ડ્રો જાહેર કરવામાં આવ્યા બાદથી ટેનિસ ચાહકોમાં ભારે ચર્ચા છે. આ વખતે બાજી કોણ મારશે તેને લઇને પણ ચર્ચા છેડાઇ ગઇ છે. વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયશીપ જીત્યા બાદ નોવાક જોકોવિકને અહીં પણ ફેવરીટ તરીકે ગણવામાં આવે છે.પુરુષોના વર્ગમાં ત્રીજા ક્રમાંકિત રોજર ફેડરરને સરળ ડ્રો મળ્યો છે. જ્યારે પ્રથમ ક્રમાંકિત નોવાક જોકોવિકને પણ સરળ ડ્રો મળ્યો છે પરંતુ આ બંને ખેલાડીઓ સેમિફાઇનલમાં આમને સામને આવી શકે છે.

      વિમ્બલ્ડન ટેનિસમાં આ બંને ખેલાડીઓ ફાઈનલમાં આમને સામને આવ્યા હતા જ્યાં જોકોવિકે પાંચમાં સેટ ટાઇ બ્રેકરમાં જીત મેળવી હતી.ફેડરર અને બીજા ક્રમાંકિત ખેલાડી રાફેલ નડાલ ન્યુયોર્કમાં એક બીજા સામે ક્યારે પણ રમી શક્યા નથી. આ વખતે આ બાબત શક્ય બની શકે છે પરંતુ બંને ખેલાડીઓ જો ફાઈનલમાં આવશે તો જ તેમી વચ્ચે મેચ રમી શકાશે. રોજર ફેડરર ૨૧મી ગ્રાન્ડસ્લેમ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરનાર છે. પુરુષો અને મહિલાઓના સિંગલ્સ ડ્રો જાહેર થયા બાદ યુએસ ઓપનમાં મહિલા વર્ગમાં જાપાનની ઓસાકાને પ્રથમ ક્રમ અપાયો છે  ડ્રો મુજબ સેરેના વિલિયમ્સ અને મારિયા શારાપોવા પ્રથમ રાઉન્ડમાં જ આમને સામને આવનાર છે જેથી યુએસ ઓપનમાં મહિલા વર્ગમાં પ્રથમ મેચ સાથે જ ઉથલપાથલની શરૂઆત થશે. મહિલા ટેનિસમાં વિશ્વની બે ટોપની ખેલાડીઓ અને પૂર્વ ચેમ્પિયન સેરેના અને મારિયા શારાપોવા આમને સામને આવશે. વર્ષની અંતિમ ગ્રાન્ડસ્લેમ માટે ડ્રોની જાહેરાત કરવામાં આવ્યા હતા. ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે. સેરેના અને શારાપોવા અગાઉ પણ ત્રણ મોટી સ્પર્ધાઓમાં આમને સામને આવી ચુકી છે. ૨૦૧૨ ઓલિમ્પિકમાં પણ બંને આમને સામને આવી હતી પરંતુ યુએસ ઓપનમાં ક્યારે પણ આ બંને ખેલાડીઓ આમને સામને આવી નથી. આ વખતે પ્રથમ વખત યુએસ ઓપનમાં બંને ખેલાડીઓ બંને ખેલાડીઓ આમને સામને આવી રહી છે.

          શારાપોવા અને સેરેનાએ એકબીજા ઉપર રેકોર્ડની દ્રષ્ટિએ કોઇ વધારે રોમાંચની સ્થિતિ રાખી નથી. ડબલ્યુટીએ ટુર મેચોમાં સેરેના વિલિયમ્સ ૧૯-૨ની લીડ ધરાવે છે પરંતુ હવે એવું જાણવા મળી રહ્યું છે કે, સેરેના વિલિયમ્સ તેની ફિટનેસ ગુમાવી ચુકી છે. આવી સ્થિતિમાં સેરેના વિલિયમ્સની રમત પણ પહેલા કરતા નબળી પડી છે. સેરેના વિલિયમ્સ ૨૪મી ગ્રાન્ડસ્લેમ સ્પર્ધા જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે જ્યારે શારાપોવા કોઇ મોટી સફળતા ૨૦૦૬ બાદથી મેળવી શકી નથી. ૨૦૦૬માં શારાપોવા યુએસ ઓપનમાં ચેમ્પિયન બની હતી. અગાઉ પહેલા પણ શારાપોવાએ જીત મેળવી હતી પરંતુ શારાપાવો પોતે પણ છેલ્લા  ઘણા સમયથી ફોર્મમાં દેખાઈ રહી નથી. યુએસ ઓપનની આ ૧૩૯મી એડિશન છે. અનેક ઇતિહાસ યુએસ ઓપન સાથે જોડાયેલા છે. પુરૂષોમાં નોવાજ જોકોવિક અને મહિલામાં ઓસાકા વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરનાર છે.

જંગી ઇનામી રકમ.....

ન્યુયોર્ક,તા. ૨૫ : યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપની આવતીકાલથી શરૂઆત થઇ રહી છે. યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં ઇનામી રકમનું ચિત્ર નીચે મુજબ છે.

સિંગલ્સ વિજેતા.................................... ૩૮૫૦૦૦૦

ફાઈનાલિસ્ટ.......................................... ૧૯૦૦૦૦૦

સેમિફાઈનાલિસ્ટ...................................... ૯૬૦૦૦૦

ક્વાર્ટર ફાઈનાલિસ્ટ................................. ૫૦૦૦૦૦

રાઉન્ડ ૧૬.............................................. ૨૮૦૦૦૦

રાઉન્ડ ૩૨.............................................. ૧૬૩૦૦૦

રાઉન્ડ ૬૪.............................................. ૧૦૦૦૦૦

રાઉન્ડ ૧૨૮.............................................. ૫૮૦૦૦

નોંધ : તમામ આંકડા ડોલરમાં છે. આ વખતે ઇનામી રકમમાં જંગી વધારો કરવામાં આવ્યો છે જે વધારો પાંચ ટકા કરતા વધારે છે.

(8:27 pm IST)