Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

ભારત-વેસ્ટઇન્ડિઝ દિવસ-૩ પૂર્ણ : વિન્ડીઝ રરરમાં ઓલઆઉટઃ ટીમ ઇન્ડિયા બીજા દવામાં ૧૮પ/૩ : વિરાટ અને રહાણેની ફીફટી : કુલ ર૬૦ રનની લીડ

મુંબઇ : ભારત અને વેસ્ટઇન્ડિન્ વચ્ચે રમાઇ રહેલ પ્રથમ ટેસ્ટમાં ગઇકાલે ત્રીજા દિવસના અંતે બીજા દાવમાં ટીમ ઇન્ડિયાએ ૭ર ઓવરમાં ૩ વિકેટ ૧૮પ રન બનાવી લીધા છે. કુલ ર૬૦ રનની લીડ થઇ છે. કેપ્ટન વિરાટ કોહલી પ૧ રન અને અજીન્કીયા રાહાણે પ૩ રને દાવમાં છે.

આ અગાઉ વિન્ડીઝે ગઇકાલે અધુરા દાવની શરૂઆત કરતા આખી ટીમ રરર રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ઇશાંત શર્માએ પ વિકેટ ખેડવી હતી.

બીજા દાવમાં પણ ઓપનીંગ જોડી મોટી પાર્ટનરશીપ બનાવવામાં નિષ્ફળ ગઇ હતી.  મયંર અગ્રવાલ ૧૬ રને આઉટ થયો હતો. બાદમાં લોકેશ રાહુલ ૩૮ અને ચેતેશ્વર પુજારા રપ રન બનાવી આઉટ થયા હતા. કેપ્ટન વિરાટ કોહલી સંભાળી લીધી હતી. ત્રીજા દિવસની રમતના અંતે વિરાટ પ૧ અને રહાણે પ૩ રને દાવમાં છે. ભારતને કુલ ર૬૦ રનની લીડ મળી છે. રોચને ૧ અને ચેઝને ર વિકેટ મળી છે. ભારતીય સમય મુજબ આજે સાંજે ૭ વાગ્યાથી ચોથા દિવસની રમત શરૂ થશે.

(11:35 am IST)