Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

ભારતીય શૂટર હિના સિદ્ધુએ મેળવ્યું કાંસ્ય પદક

નવી દિલ્હી: શૂટર હિના સિદ્ધુએ ૧૮મી એશિયાડ ગેમ્સમાં શુક્રવારે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. સિદ્ધુએ ૧૦ મીટર એર પિસ્તોલમાં સિદ્ધિ મેળવી હતી. એશિયાડ ગેમ્સમાં શૂટિંગમાં ભારતનો ૧૦મો મેડલ છે, જેમાં બે ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. સૌરભ ચૌધરી અને રાહી સરનોબતે ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યા છે. ૨૮ વર્ષની હિનાએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં ૫૭૧નો સ્કોર કર્યો હતો. રીતે સિદ્ધુએ સાતમા સ્થાને રહીને ફાઇનલમાં પોતાનું સ્થાન મેળવ્યું હતું. ફાઇનલ રાઉન્ડમાં પોતાનું પર્ફોર્મન્સ બતાવતાં ૨૧૯.૨નો સ્કોર કરી ત્રીજું સ્થાન મેળવ્યું હતું. દક્ષિણ કોરિયાના કિમ મિનજુગે ૨૩૭.૨૩૭. અંક સાથે સિલ્વર મેડલ જીતી લીધો હતો.જ્યારે ગેમ્સમાં ગોલ્ડ મેડલ ચીનના નામે રહ્યો હતો. ચીનની શૂટર કિયાન વાંગે ૨૪૦. અંક સાથે મેડલ જીતી લીધો હતો, જે સમગ્ર ગેમ્સનો એક રેકોર્ડ બન્યો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેળવનાર ૧૬ વર્ષની મનુ ભાકરે ક્વોલિફિકેશન રાઉન્ડમાં ૫૭૪ અંકનો સ્કોર કર્યો હતો. રીતે તે ત્રીજા સ્થાનેથી પાંચમા સ્થાને ખસી ગઈ હતી. ફાઇનલમાં તેમનો સ્કોર ૧૭૬. રહ્યો હતો. ભારત તરફથી બંને શૂટર ફાઇનલ રાઉન્ડમાં પહોંચ્યા હતા, ત્યાર બાદ એલિમિનેશન શરૃ થયું હતું. પહેલાં ૧૨ નિશાન બાદ હિના ૧૧૭. અંક સાથે સાતમા સ્થાનથી ચોથા સ્થાન પર આવી હતી, જ્યારે મનુ ભાકર ૧૧૬. અંક સાથે ત્રીજાથી છઠ્ઠા સ્થાન પર ખસી હતી. મનુ બે નિશાન લગાવ્યા બાદ ૧૪૭. અંક સાથે પાંચમા સ્થાને ખસી હતી. પછી તે પોતાનો રેન્ક આગળ વધારવામાં નિષ્ફળ રહી હતી, જ્યારે હિનાએ ત્રીજા સ્થાને પોતાનું સ્થાન કાયમ કર્યું હતું.

(4:42 pm IST)