Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

ઓલિમ્‍પિકસના જોશ બાદ હવે વર્લ્‍ડ કપમાં મેડલ જીતીશું : સવિતા

પહેલી જુલાઇએ નેધરલૅન્‍ડ્‍સ અને સ્‍પેનમાં મહિલા હોકીનો વર્લ્‍ડ કપ રમાશે અને એમાં મેડલ જીતવા માટે ભારતીય ટીમ દ્દઢ છે. ભારતીય વિમેન્‍સ ટીમ ગયા વર્ષે ટોકયો ઑલિમ્‍પિકસમાં ચોથા નંબરે આવી હતી જે ભારત માટે ઐતિહાસિક પર્ફોર્મન્‍સ હતો. વર્લ્‍ડ કપમાં ભારતીય મહિલા ટીમનો સૌથી સારો પર્ફોર્મન્‍સ ચોથા નંબરનો છે. ૧૯૭૪માં ભારત ચોથા નંબરે રહ્યુ હતું. છેલ્લે ૨૦૧૮માં ભારત આઠમા સ્‍થાને હતું. કૅપટન અને ગોલકીપર સવિતા પુનિયાએ ગઇ કાલે પી.ટી.આઇ.ને કહ્યું કે ‘ઑલિમ્‍પિકસમાં આપણી ટીમે જે પર્ફોર્મ કર્યું એના પરથી ખાતરીથી કહી શકું કે વિશ્વકપમાં આપણે મેડલ જીતી જ શકીશું, કારણકે એ દેખાવ પછી આપણી ટીમે વધુ સારુ રમવા પરની એકાગ્રતા અને તાકાત વધાર્યાં અને એટલે જ તાજેતરમાં આપણે એફઆઇએચ પ્રો લીગમાં ત્રીજા નંબરે રહ્યાં.' 

(4:32 pm IST)