Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

મુરલી વિજય ક્રિકેટમાં કમબેક

ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બેટર મુરલી વિજયે આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટમાં કમબેક કરવા માટે કોઇ ટાર્ગેટતો નથી રાખ્‍યો, પણ તે પ્રયત્‍ન જરૂર કરી રહ્યો છે. લગભગ બે વર્ષે તે પાછો રમવા આવી રહ્યો છે. ૩૮ વર્ષના મુરલીએ ૯૧ ટેસ્‍ટમાં ૪૦૦૦ રન બનાવ્‍યા છે. તે છેલ્લે ૨૦૨૦ની ઇન્‍ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઇ સુપર કિંગ્‍સ (સીએસકે) વતી રમ્‍યો હતો અને હવે તામિલનાડુ પ્રીમિયર લીંગ (ટીએનપીએલ) માં રુબી ટ્રિચી વોરિયર્સ વતી રમવાના દિવસની રાહ જોઇ રહ્યો છે. આઇ.એ.એને.એસ.ના એક અહેવાલ મુજબ મુરલીએ ટીએનપીએલની એક ઇવેન્‍ટમાં કહ્યુ કે ‘હું પર્સનલ બ્રેક પર હતો. હું મારા બાળકોની પૂરી સારસંભાળ લેવા માગતો હતો એટલે લગભગ બે વર્ષ નથી રમ્‍યો. જોકે હવે હું પોતાને એકદમ ફિટમાનું છું અને મારી ક્રિકેટ રમવાની ભૂખ પાછી ઊઘડી છે.'

અહી યાદ અપાવવાની કે મુરલી વિજયે નિકિતા વણજારા સાથે લગ્ન કર્યા છે. નિકિતા અગાઉ દિનેશ કાર્તિકને પરણી હતી, પરંતુ પછીથી તેણે કાર્તિક સાથે ડિવોર્સ  લઇ  લીધા હતા. કહેવાય છે કે ડિવોર્સ પહેલા કાર્તિકની પત્‍ની નિકિતા સાથેની નજીકની મિત્રતાને કારણે મુરલી મિત્રોમાં ચર્ચામાં હતો. મુરલી-નિકિતાને ત્રણ બાળકો છે. 

(4:26 pm IST)