Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

પાકિસ્તાન ટીમ પોતાના દેશની ધરતી કરતાં વધુ તો ઈંગ્લેન્ડમાં સુરક્ષિત

માઈકલ હોલ્ડિંગે ઉડાવી પાકિસ્તાનની મજાક?

 નવીદિલ્હી,તા.૨૫: હોલ્ડિંગે પોતાની યૂટ્યૂબ ચેનલ પ્રસારિત થતા ડેલી શો 'માઈકી-હોલ્ડિંગ નથિંગ બેક' કાર્યક્રમમાં કહ્યું કે, એમ લાગે છે કે પાકિસ્તાનમાં આ સમયે કંઈક વધારે થઈ રહ્યું છે, તેની તુલનામાં ઈંગ્લેન્ડ વધુ સુરક્ષિત છે. ઈંગ્લેન્ડ આગામી ચાર જૂનથી પોતાના પ્રતિબંધોમાં છૂટ આપવા જઈ રહ્યું છે.  તેમણે કહ્યુ, 'તે છ ફૂટના અંતરને ઓછું કરશે અને તેને ત્રણ મીટરની નીચે લાવવામાં આવશે. ત્યાં વસ્તુ થોડી સરળ થઈ રહી છે.' હોલ્ડિંગે વધુ જણાવ્યું કે, પાકિસ્તાન ટીમ પાકિસ્તાનમાં રહેવા કરતા સારું છે ઈંગ્લેન્ડમાં રહે, કારણ કે ત્યાં વધુ સ્થિતિ ખરાબ છે. એકવાર ઈંગ્લેન્ડ પહોંચ્યા બાદ તે બાયો સિક્યોર ક્ષેત્રમાં હશે.

(3:54 pm IST)